કોરોના વાયરસ: નવી ગાઇડલાઇન્સ બની મુસીબત, સ્વાસ્થયકર્મીઓને છે સંક્રમણનો ડર

News18 Gujarati
Updated: June 24, 2020, 9:39 AM IST
કોરોના વાયરસ: નવી ગાઇડલાઇન્સ બની મુસીબત, સ્વાસ્થયકર્મીઓને છે સંક્રમણનો ડર
દિલ્હીનું કોવિડ સેન્ટર

હવે 163 સરકારી એમ્બ્યુલન્સને 24 કલાકમાં ઓછામાં ઓછી 18 ટ્રિપ લગાવવી પડશે.

  • Share this:
દેશની રાજધાની દિલ્હીમાં કોવિડ 19ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વચ્ચે કેટલીક નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. તેમાં એક નિર્દેશ મુજબ હવે દરેક કોરોના પોઝિટિવ દર્દીને ઓછામાં ઓછી એક વાર સરકારી કોવિડ સેન્ટરમાં જવું પડશે. અને હોસ્પિટલમાં જ તેની સ્થિતિનું મૂલ્યાંકન થશે. ડૉક્ટરોના પરામર્શ પછી તેને હોમ આઇસોલેશનમાં મોકલી શકાય છે. પણ આ નિર્દેશે દિલ્હી સરકારની એમ્બ્યુલન્સ સેવા માટે નવો પડકાર ઊભો કર્યો છે. સ્વાસ્થય વિભાગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આમ કરવું લગભગ અસંભ છે. કારણ કે એમ્બ્યુલન્સની સુવિધાની સંખ્યા ઓછી અને દર્દીઓની સંખ્યા અનેક ધણી વધુ છે.

આ નવા નિર્દેશ મુજબ દિલ્હીમાં હાજર 163 સરકારી એમ્બ્યુલન્સને 24 કલાકમાં ઓછામાં ઓછી 18 ટ્રિપ લગાવવી પડશે. એમ્બ્યુલન્સ સુવિધાથી જોડાયેલા લોકો માટે આમ કરવું અશક્ય છે. કારણ કે દરેક ટ્રીપ પછી અનિવાર્ય રીતે એમ્બ્યુલન્સને સેનેટાઇજ કરવી પડે છે. જેમાં લગભગ 2 કલાકનો સમય લાગે છે. વળી એમ્બ્યુલન્સે કેટલાક દર્દીઓને ઘરે પાછા પણ મૂકવા જવુ પડશે કારણે કેટલાક દર્દી તો તેવા હશે જ તેમને હોમ આઇસોલેશનમાં રાખવાના હોય. કોરોનાના 90 ટકા દર્દીઓમાં ખૂબ જ હળવા લક્ષણ હોય છે. અને તેમની આઇસીયૂ કે વેન્ટિલેટરની જરૂર નથી પડતી. આ પહેલા તેવું હતું કે કોઇને કોરોના પોઝિટલ રિપોર્ટ આવ્યા હોય તો તેને ઘરે જઇને પરીક્ષણની વ્યવસ્થા મળતી હતી.

સરકારી આંકડા મુજબ કેટલાક દિવસથી દિલ્હીમાં દર રોજ લગભગ 3000 કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મંગળવારે આ નિર્દેશ પાછો લેવાની વાત કરી છે. પ્રેસ કોન્ફર્ન્સ કહેવામાં આવ્યું કે દરરોજના આટલા સંક્રમણ ચિંતાનો વિષય છે. બીજી તરફ આ નવા નિર્દેશોના કારણે એમ્બ્યુલન્સ સેવા પર વધુ પડતો બોઝ વધ્યુંછ ે.

હિંદુસ્તાન ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ સફદરજંગ હોસ્પિટલથી જોડાયેલા જુગુલ કિશોરના કહેવા મુજબ મોટી સંખ્યામાં લોકોને કોવિડ સેન્ટર સુધી મૂલ્યાંકન માટે લઇ જવામાં અનેક સમસ્યા છે. હેલ્થકેર વર્કર્સ અને એબ્યુલન્સના ડ્રાઇવરને સંક્રમિત થવાનો ખતરો બનેલો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના કેસની સ્થિતિ દિલ્હીમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. રાજ્યમાં કોરોની સંખ્યા અત્યાર સુધી 62,655 થઇ ગઇ છે. જેમાંથી 36,602 ઠીક થઇ ગયા છે. અને 23,820 એક્ટિવ કેસ છે. 2,233 લોકો મહામારીના કારણે જીવ પણ ગુમાવી ચૂક્યા છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આવનારા સપ્તાહ સુધી કોવિડ 19ના રોગીઓ માટે 20 હજાર પથારીઓ તૈયાર કરવામાં આવશે.
First published: June 24, 2020, 9:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading