કરૂણ ઘટના : છ વર્ષની દીકરીને ધાબા પરથી ફેંકી આત્મહત્યા કરનાર માતા સામે હત્યાની ફરિયાદ


Updated: June 13, 2020, 12:09 PM IST
કરૂણ ઘટના : છ વર્ષની દીકરીને ધાબા પરથી ફેંકી આત્મહત્યા કરનાર માતા સામે હત્યાની ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

આત્મહત્યા કરતા પહેલા તેણે તેની છ વર્ષની દીકરીને ધાબા પરથી નીચે ફેંકી હતી.

  • Share this:
અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દિવસેને દિવસે આત્મહત્યામાં બનાવો વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ઘાટલોડિયા વિસ્તારમાં એક પરિણીતાએ તેની છ વર્ષ ની દીકરી સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. જોકે, આ પરિણીતા એ ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ આત્મહત્યા કરતા પહેલા તેણે તેની છ વર્ષની દીકરીને ધાબા પરથી નીચે ફેંકી અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી છે તેને કારણે પોલીસે પરિણીતા વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

10મી જૂનના દિવસે પરિણીતા તેની પુત્રી સાથે સોંદર્ય એપાર્ટમેન્ટમાં કામ માટે ગઈ હતી અને ત્યાં એચ બ્લોકના ધાબે જઈને તેણે આ પગલું ભર્યું હતું. જોકે, આસપાસના સ્થાનિકોને જાણ થતાં જ તેમને 108ને બોલાવી માતા પુત્રીને સારવાર માટે સોલા સિવિલમાં મોકલ્યા હતા. જેમાં દીકરીનું મોત નિપજ્યું હતું.

આ પણ જુઓ - 


જ્યારે પરિણીતાને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસડવામાં આવી હતી. જ્યાં બીજે દિવસે તેનું પણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો - સુરતનો ચેતવણીરૂપ કિસ્સો : સીમ કાર્ડ 3જીમાંથી 4જીમાં અપગ્રેડ કરવાનું કહીને બેંક ખાતુ કર્યું સાફઆ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસે પ્રાથમિક તબક્કે એડી દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં પરિણીતાએ તેની દીકરીને પહેલા ધાબેથી નીચે ફેંકી ત્યારબાદ તેણે પડતું મૂક્યા હોવાનુ જાણવા મળ્યું હતું. પરિણીતા વિરુદ્ધ દીકરીની હત્યા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, પરિણીતાએ શા માટે આ પગલું ભર્યું તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
First published: June 13, 2020, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading