Cornavirusના લીધે ગુજરાત અને અન્ય રાજ્યોમાં દૂધ અને દૂધની પ્રોડકટસની કોઈ તંગી નહી થાય : અમૂલ

Cornavirusના લીધે ગુજરાત અને અન્ય રાજ્યોમાં દૂધ અને દૂધની પ્રોડકટસની કોઈ તંગી નહી થાય : અમૂલ
અમૂલના મેનેજિંગ ડિરેક્ટર સોઢીની ફાઇલ તસવીર

અમૂલના મેનેજીંગ ડિરેક્ટર સોઢીની દેશની જનતા અપીલ : ગભરાટમાં દૂધ કે દૂધની પ્રોડકટસની ખરીદી કરવાની કોઈ જરૂર નથી, પૂરતો જથ્થો ઉપલબ્ધ છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસ ને પગલે એક તરફ ગુજરાત બીજા તબક્કામાં છે ત્યારે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન  ના મેનેજીંગ ડિરેકટર આર.એસ. સોઢીએ જણાવ્યું હતું  કે  કોરોના વાયરસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં અમૂલ દૂધની ઉપલબ્ધિને કોઈ અસર થઈ નથી. ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, યુપી હોય કે પંજાબ, અમૂલ દૂધની ઉપલબ્ધિ યથાવત છે.

હકિકતમાં ગયા અઠવાડીયે અમારા દૂધની ઉપલબ્ધિમાં 10થી 12 ટકાનો વધારો થયો છે. ત્યારે આર એસ સોઢી દ્વારા  દેશભરના  ગ્રાહકોને ખાત્રી આપવામાં આવી કે  અમૂલ દૂધનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઉપલબ્ધ રહેશે. તેમણે ગ્રાહકોને અનુરોધ કર્યો છે કે ગભરાટમાં દૂધ કે દૂધની પ્રોડકટસની ખરીદી કરવાની કોઈ જરૂર નથી.



આ પણ વાંચો :   StayHome : રાજ્યમાં Covid-19ના પોઝિટિવ કેસ 30, કોરોનાના બીજા તબક્કામાં ગુજરાત

સોઢીએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે આવશ્યક ચીજ હોવાને કારણે  કેન્દ્ર અથવા રાજ્ય સરકારે  દૂધની હેરફેર ઉપર કોઈ પ્રતિબંધ મુક્યો નથી.
તેમણે વધુ એક વાર ગ્રાહકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે" અમૂલ દૂધ તથા દહી, ઘી વગેરેનુ ઉત્પાદન યથાવત છે તેની અમે ખાત્રી આપીએ છીએ. ગ્રાહકોએ ગભરાટમાં ખરીદી કરવાની કોઈ આવશ્યકતા નથી."

આ પણ વાંચો :  BIG NEWS : Coronavirusની અસરના લીધે દેશમાં પેસેન્જર વિમાન સેવા બંધ

StayHome, CM રૂપાણીની અપીલ

વડાપ્રધાન મોદીએ સવારે ટ્વિટ કરીને લોકોને તેમજ રાજ્ય સરકારોને લૉકડાઉનને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે. જે બાદમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મીડિયાને સંબોધતા લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરી છે. સાથે જ મુખ્યમંત્રીએ જીવનજરૂરી તમામ વસ્તુઓની કોઈ જ અછત ઉભી નહીં થાય તેની પણ ખાતરી આપી છે. મીડિયાને સંબોધતા વિજય રૂપાણીએ કહ્યું છે કે, જ્યાં સુધી કોઈ કટોકટી ન હોય ત્યાં સુધી ઘર બહાર નીકળવું જ નહીં. જો આવું કરશો તો પસ્તાવાનો વારો આવશે.
Published by:News18 Gujarati
First published:March 23, 2020, 19:01 pm

ટૉપ ન્યૂઝ