Home /News /coronavirus-latest-news /

મલેશિયામાં મળ્યો નવો કોરોના વાયરસ, 10 ગણો વધારે જીવલેણ

મલેશિયામાં મળ્યો નવો કોરોના વાયરસ, 10 ગણો વધારે જીવલેણ

પ્રતિકાત્મક તસવીર

આ નવા કોરોના વાયરસ અંગેની જાણકારી મલેશિયાના ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ નૂર હિમાશ અબ્દુલ્લાહે પોતાના ફેસબુક પેજ પર આપી છે.

    નવી દિલ્હી : દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. અત્યાર સુધી કોરોનાને કારણે વિશ્વમાં 7.73 લાખ લોકોનો જીવ ગયો છે. હજુ તો એક આફત ટળી નથી ત્યારે બીજો ખતરનાક વાયરસ સામે આવ્યો છે. આ વાયરસ મલેશિયા (Malaysia)માં નોંધાયો છે. ડી614જી (D614G) નામનો આ નોવલ કોરોના વાયરસ 10 ગણો વધારે ફેલાતો હોવાનું કહેવામાં આવે છે. આ નવા કોરોના વાયરસ અંગેની જાણકારી મલેશિયાના ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ નૂર હિમાશ અબ્દુલ્લાહે (Director-General of Health Noor Hisham Abdullah) પોતાના ફેસબુક પેજ પર આપી છે.

    પ્રાપ્ત વિગત પ્રમાણે મ્યૂટેશનને એક ક્લસ્ટરમાં રહેતા 45 કેસમાંથી ત્રણમાં જોવામાં આવ્યો હતો. જેમાંથી એક રેસ્ટોરન્ટ માલિક ભારતમાંથી પરત ફર્યો હતો અને તેણે 14 દિવસનો હોમ ક્વૉરન્ટીન તબક્કો પૂર્ણ કર્યો ન હતો. જે બાદમાં આ વ્યક્તિને પાંચ મહિના સુધી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. જે બાદમાં આ લક્ષણો ફિલિપાઇન્સથી પરત આવેલા લોકોમાં જોવા મળ્યા હતા. અબ્દુલ્લાહનું કહેવું છે કે કોરોના વાયરસના આ નવા જ રૂપનો એવો મતલબ થાય છે કે મ્યૂટેશન વિરુદ્ધ રસીનું હાલ થઈ રહેલું સંશોધન અધૂરું અથવા અપ્રભાવી થઈ શકે છે.

    આ મામલે તેમણે વધુમાં જણાવ્યું કે મલેશિયામાં જોવા મળેલા વાયરસના નવા રૂપને કારણે લોકોએ વધારે કાળજી લેવાની જરૂર છે. જો લોકો સહકાર આપશે તો આપણે આ નવી ચેનને સરળતાથી તોડી શકીશું. મ્યૂટેશન (mutation) અન્ય વ્યક્તિઓને 10 ગણી વધારે સંક્રમિત કરી શકે છે. કોઈ સુપર સ્પ્રેડર તનો ખૂબ ફેલાવો કરી શકે છે. તેઓએ વધુમાં કહ્યું કે મલેશિયાનો ઉદેશ્ય જાહેર સ્વાસ્થ્યને વધારે સુરક્ષિત કરવાનો છે. સાથે જ લોકોને કોવિડ 19ના માપદંડોનું કડકાઈથી પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.



    નોંધનીય છે કે મલેશિયા દેશનો સમાવેશ એવા દેશોમાં થાય છે જે પોતાને ત્યાં કોરોનાને કેસને વધતા અટકાવી શક્યું છે. જોકે, હવે ત્યાં પણ કેસ વધી રહ્યા છે. જુલાઇ 28 પછી મલેશિયામાં શનિવારે સૌથી વધારે 26 કેસ નોંધાયા હતા, જ્યારે રવિવારે પણ નવા 25 કેસ નોંધાયા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, Malaysia, આરોગ્ય, મોત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन