લોકડાઉન: સુરતમાં નવનિર્મિત ડાયમંડ બુર્સ ડ્રીમમાં કામ કરતા કારીગરોએ મચાવ્યો હંગામો, ભૂખ્યા હોવાનું રટણ


Updated: April 10, 2020, 11:19 PM IST
લોકડાઉન: સુરતમાં નવનિર્મિત ડાયમંડ બુર્સ ડ્રીમમાં કામ કરતા કારીગરોએ મચાવ્યો હંગામો, ભૂખ્યા હોવાનું રટણ
ઘટના સ્થળની તસવીર

પોલીસ પહોચતા કામ કરતા કારીગર દ્વારા પોલીસને હમેં ખાના ઓર પાની ચાહિયેની માગ સાથે પોલીસની સામે ઊભા રહી ગયેલા મજૂરોની લાચારી જોઈ પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસ (coronavirus) લઇને આપવામાં આવેલ લોકડાઉનના (lockdown) ખજોદ ખાતે એશિયાના સૌથી મોટા ડાયમંડ બુર્સ ડ્રીમ પ્રોજેકટ ચાલી રહ્યો છે. ત્યારે લોકડાઉન વચ્ચે મજૂરો સતત કામ કરી રહ્યા છે. ત્યારે ભૂખ મરાને લઇને આજે કારીગરોની ધીરજ ખૂટી હતી. પુરતું ભોજન ન મળતું હોવાથી મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. કરિયાણાની દુકાનની તોડફોડ કરી હતી.

વાત પોલીસ સુધી પહોંચતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.
કોરોના વાયરસને લઈને સરકાર દ્ધારા લોકડાઉન આપવમાં આવ્યુ છે ત્યારે દેશ ભરમાં તમામ વેપાર ઉધોગ બંધ છે તેવામાં સુરત ના ખજોદ ખાતે એશિયાના સૌથી મોટા ડાયમંડ બુર્સ ડ્રીમ પ્રોજેકટ ચાલી રહ્યો છે. જોકે અહીંયા સતત લોકડાઉન વચ્ચે કામગીરી ચાલુ રહેતા 4 હજાર કારીગર કામ કરતા હતા પણ છેલ્લા 10 દિવાથી લોકડાઉન દરમિયાન ભૂખ અને પ્યાસથી કંટાળી ગયેલા મજૂરોએ આજે કંટાળીને હોબાળો માચાવીયો હતો જોકે કારીગરોનો ગુસ્સો એટલી હદે હતો કે  નજીકમાં આવેલી અનાજ કરિયાણાની દુકાનમાં મોટા પ્રમાણમાં તોડફોડ કરી હતી.ત્યાં વાતાવરણ તંગ બનિયો હતો જોકે ઘટનાની જાણકારી પોલીસને મળતા પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા ઉપર પહોંચી ગયા હતા.

જોકે પોલિસ પોહચતા કામ કરતા કારીગર દ્વારા પોલીસને હમેં ખાના ઓર પાની ચાહિયેની માગ સાથે પોલીસની સામે ઊભા રહી ગયેલા મજૂરોની લાચારી જોઈ પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. એટલું જ નહીં પણ કારીગરો દ્વારા  એમને તેમના  રાજ્યમાં મોકલી આપવાની માંગ કરી હતી.

જોકે પોલીસના ઉચ્ચ અધિકરી પોહચીને કારીગરોને સમજાવી મામલો  માડ માંડ થાળે પડ્યો હતો. લગભગ 4000 કારીગરો ડાયમંડ બુર્સ પ્રોજેકટમાં કામ કરી રહ્યા છે. મહામારીને લઈ લોકડાઉન બાદ તમામ પેટ ભરીને જમી નથી શક્યા.

50થી વધુ મજૂરો ભૂખ્યા જ સુઈ જાય છે. નજીકમાં કરીયાણાની દુકાનમાં કાદા 80 રૂપિયે અને બટાકા 50 રૂપિયે કિલો મળી રહ્યા છે. લગભગ કોઈ પણ મજૂર પાસે રૂપિયા નથી. આવા સંજોગોમાં ઘણા સમયથી કર્તાહર્તા ઓ ને રજુઆત કરતા આવ્યા છે. કોઈ સાંભળતું ન હોવાથી આજે તમામ કારીગરો એ કામ બંધ કરી હોબાળો મચાવ્યો હતો. જેને લઈ પોલીસ દોડી આવી હતી. હાલ પોલીસે તમામ ને સાંભળ્યા બાદ અને વચન આપ્યા બાદ કારીગરો શાંત થયા છે.
First published: April 10, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading