Lockdown 2.0 : પરપ્રાંતિય લોકો ગામ જવાની જીદ ન પકડે તે માટે પોલીસને ખાસ ટાસ્ક સોંપાયો


Updated: April 14, 2020, 12:29 PM IST
Lockdown 2.0 : પરપ્રાંતિય લોકો ગામ જવાની જીદ ન પકડે તે માટે પોલીસને ખાસ ટાસ્ક સોંપાયો
પ્રતિકાત્મક તસવીર

પ્રથમ લૉકડાઉન અને ત્યારબાદ સર્જાયેલી સ્થિતિને જોતા પોલીસને આ લૉકડાઉનમાં આ ચીજો સાથે રાખવાની સૂચના અપાઈ છે.

  • Share this:
અમદાવાદ:  હાલમાં સમગ્ર દેશમાં તેમજ ગુજરાત રાજયમાં કોવિડ - ૧૯ સંક્રમણને નિયંત્રિત કરવા સાથે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું હતું. ત્યારે હવે લોકડાઉન ની મુદત માં વધારો થતાં પોલીસનો એક લેટર સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પોલીસને પરપ્રાંતીય લોકો માટે ખાસ સૂચના આપી જીઆઇડીસી વિસ્તાર અને શેલટર હોમમાં ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચને સંવેદનશીલ વિસ્તારો ની જવાબદારી સોંપાઈ છે. પરપ્રાંતીય લોકો વતન જવાની જીદ ન પકડે તે માટે પોલિસ એક્ટિવ થઈ છે.

લોકડાઉન દરમ્યાન ગુજરાત રાજયમાં આવેલ પરપ્રાંતિય મજૂરો પોતપોતાના વતન તરફ જવાની રાહ જોઇ રહ્યા છે . આવા સંજોગોમાં  પરપ્રાંતિય મજૂરો મોટી સંખ્યામાં પોતાના વતન જવા માટે પ્રયત્ન કરે તેવી શકયતા નકારી શકાય નહીં . જેના લીધે જો લોકડાઉન કાયમ રહે તો કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉભા થવાની શકયતા પોલીસને જણાઈ રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂં સુચનાઓ જાહેર કરાય છે.

અમદાવાદ શહેર ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો, જીઆઇડીસી કે જે વિસ્તારોમાં પરપ્રાંતિય મજુરો ૨હેતા હોય તે વિસ્તારોમાં તા.14મીને સવારથી જ જરૂરીયાત પ્રમાણે ફીક્સ પોઇન્ટ ગોઠવવા , જરૂરીયાત પ્રમાણે ચેક પોસ્ટ લગાવવી તથા બેરીયર રાખવા, ફીકસ પોઇન્ટ ઉપર પ્રોટેકટર , ગેસગન , ટીયર ગેસ , ઐમ્યુનેશન , ૨બર બુલેટ્સ , એન્ટી રાયોટ શિલ્ડ , સહિત તમામ એન્ટી રાયોટ કીટ રાખવા સૂચના અપાઈ છે. તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં જે વિસ્તારોમાં પરપ્રાંતિય મજુરો રહેતા હોય તે વિસ્તારોમાં પેટ્રોલીંગ ગોઠવવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો :  લૉકડાઉન 3 મે સુધી ચાલુ રહેશે, જાણો PM મોદીના સંબોધનની ખાસ વાતો

મજૂરો મોટા પ્રમાણમાં વતન જવા માટે પ્રયાસ ના કરે તે માટે જે તે ઉદ્યોગોના માલીકો , મંજુરીના કોન્ટ્રાકટરો , મજુરો જ્યાં રહેંતા હોય તેના મકાન માલીકો સાથે તથા મજૂરો સાથે સંપર્કમાં રહી સંવાદ કરવો અને મજુરો શાંત રહે અને પરત જવાની ખોટી ચેસ્ટા ના કરે તેની સમજ કરવા પોલીસને સૂચના અપાઈ છે.  જે મજૂરો સેલ્ટર હોમમાં રહે છે તે પણ જવાના પ્રયાસ કરશે તેની શક્યતાને ધ્યાને લઇ પોત પોતાના વિસ્તારના સેલ્ટર હોમ ઉપર પણ યોગ્ય બંદોબસ્ત રાખવા જણાવ્યું છે. વતન તરફ જતા મજુરોને જયારે પોલીસ અટકાવવાનો પ્રયાસ કરશે ત્યારે ઘર્ષણ થવાની સંભાવનાઓ રહે છે, આવા સંજોગોમાં પુરતી પોલીસ ફોર્સ રાખી તેમજ ઘર્ષણની સંજોગોને યથા સંભવ ટાળી સંયમથી કામ લેવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો : અમદાવાદમાં નવા 31 કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 600ને પારબંદોબસ્તના કર્મચારીઓ પાસે અને વાહનોમાં પુરતા પ્રમાણમાં લાઠી , હેલ્મેટ , બોડી પ્રોટેકટર , ગેસગન , ટીયર ગેસ , એમ્યુશન , રબર બુલેટ્સ , એન્ટી રાયોટ જિલ્ડ , સહિત તમામ એન્ટી રાયોટ કીટ રાખવા સૂચના અપાઈ છે. તો ક્રાઇમ બ્રાન્ચને સંવેદનશીલ વિસ્તારોની જવાબદારી આપી સ્પેશ્યલ સીપી અજય તોમર ને રિપોર્ટિંગ કરવાની સૂચના વિશેષ શાખા ના આ પરિપત્ર માં જણાવાઈ છે.
First published: April 14, 2020, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading