Lifebuoyએ આપ્યું એક ઉદાહરણ,COVID-19 સામેની લડતમાં જોડાયા બૉલીવુડ સ્ટાર્સ

Lifebuoyએ આપ્યું એક ઉદાહરણ,COVID-19 સામેની લડતમાં જોડાયા બૉલીવુડ સ્ટાર્સ
જાહેરાત

 • Share this:
  નોવેલ કોરોનાવાયરસ (કોવિડ -19) રોગચાળો એ વિશ્વમાં અત્યાર સુધીનોસૌથી ભયંકર રોગચાળો સાબિત થયો છે. આ બીમારીને કારણેદરેક વ્યક્તિની જીવનશૈલીમાં અણધાર્યા બદલાવ આવ્યા છે. ઘરે બેઠા કેવી રીતે સલામત રહેવું તેના વિશે જરૂરી એવી માહિતીઑ વિવિધ સ્રોતો દ્વારા નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. એક તરફ આપણીસરકાર આ વાયરસને કાબૂમાં લેવા રાષ્ટ્રીય સ્તરે જરૂરી એવાદરેક પગલા ભરી રહી છે, તો બીજી બાજુ ઘણી બ્રાંડ્સ કોવિડ-19 સામેની આ લડત કેવી રીતે લડવી તે અંગેની માહિતી આપવા તેમજસોશિયલ ડિસ્ટન્સિંગનું મહત્ત્વ સમજાવવા, દેશભરના નાગરિકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહી છે.

  આજ રીતે Lifebuoy એ એક દેશવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જેમાં તેહેન્ડ સેનિટાઇઝેશનના મહત્વ અને તેનીરીત વિશે લોકોને શિક્ષિત કરે છે, સાથેજનાગરિકોને હાથ ધોવા માટે તેમના ઘરે ઉપલબ્ધ એવા કોઈપણ સાબુનો ઉપયોગ કરવાની વિનંતી કરે છે.  આ સંદેશ ઘરે ઘરે પહોંચાડવા માટે, Lifebuoy એ બોલીવુડની પ્રિય અભિનેત્રી કાજોલ તેમજ યુવા પેઢીના ચહીતાએવામ્યુઝિક કલાકાર બાદશાહઅનેભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ સાથે સહયોગ કર્યો છે જેથી લોકોને હાથ ધોવાની અગત્યતા અનન્ય રીતે સમજાવી શકાય.

  બોલીવુડ અભિનેત્રી કાજોલ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પહોંચી, ગ્રાહકોને માહિતી આપે છે કે આપણે હંમેશાં તેણીનેLifebuoy નો ઉપયોગ કરવા કહેતા જોયું છે, પરંતુ આવા પ્રકારના પડકારજનક સમયમાં તેણી કોઈપણ સાબુનો ઉપયોગ કરીહાથ ધોવા વિનંતી કરે છે.  બૉલીવુડ સ્ટાર અને લાઇફબોય બ્રાન્ડ એડવોકેટ કાજોલે હાથ ધોવાના મહત્ત્વ પર ભાર મૂકતાં કહ્યું, " મેં હંમેશાં લાઈફબાયની તરફેણમાં વાત કરી છે, પરંતુ આવા પડકારજનક સમયમાં, હું અને Lifebuoy બંને જાણીએ છીએ કે હવે તમે કયો સાબુનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો મહત્વનુ નથી. મહત્વની વાત ફક્ત એ છે કે તમે હાથ ધૂવો છો કે નહીં.
  @badshahWash karo hands like a boss, Challenge karne waalo ko mera applause ##LifebuoyKarona @Lifebuoy_India♬ Lifebuoy Karona - Lifebuoy  બાદશાહે લાઇફબોયની આઇકોનિક લાઇન ‘તંદ્રસ્તી કી રક્ષા’ નું રેપ મ્યૂઝિક રજૂ કરી હૅન્ડવોશ ચેલેન્જશરૂ કરીનેહૅન્ડવોશના સંદેશ ને લોકો સુધી એક અલગ રીતે રજૂ કર્યું અનેહાલના સમયમાં તેના મહત્વ પર ભાર મૂક્યો.

  આ અનોખી પહેલ વિશે બોલતા બાદશાહે કહ્યું કે, "આ ચેલેન્જનો ભાગ બનતા દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે જે કામજેટલું સરળ છે એટલુજ અસરકારક પણ છે, અને હું આશા રાખું છું કે આપણે બધા જ આ મુશ્કેલ સમયને પાછળ રાખીશું."

  Lifebuoy એ Paytm અનેભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંઘની ફાઉન્ડેશનYouWeCan સાથે એક ભાગીદારી શરૂ કરી છે, જેની મદદથી લોકો Paytm દ્વારા દાન આપી શકશે. આ યોગદાનનો ઉપયોગ કરીને જરૂરિયાતમંદ લોકો સુધી ખાવા પીવાનો સ્વચ્છ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
  ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહે કહ્યું કે, “હવે સમય આવી ગયો છે કે ભારત લોકો એક થઈને આપણાંથી શક્ય થેલું યોગદાન આપે અને કોવિડ-19 સામેની આ લડતમાં સરકારને પોતાનું સમર્થન આપે. ચાલો આપણે સાથે મળીને શપથ લઈએ કે આપણેઆ રોગચાળાને ફેલાતા રોકીશું. હું LifebuoyIndia અને Paytm સાથે મળીને વધુ જોખમ ધરાવતા લોકો સુધી સ્વચ્છ ઉત્પાદનો પહોંચાડવા માટે કામ કરી રહ્યો છું, આશા છે કે તમે પણ તમારાથી શક્ય તેટલું યોગદાન આપી રહ્યા છો. "

  ફક્ત આટલુજ નહીં, Lifebuoy એ પણ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સાથે જોડાઈનેપહેલા ક્યારે થયું ના હોય એવું સરકાર અને કોર્પોરેટ નો સૌથી પ્રથમ સહયોગ શરૂ કર્યો છે. એકસાથે મળીનેતેઓ રોગચાળા વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છેઅને ફ્રંટલાઇન પર કામ કરી રહેલા લોકો સુધી સ્વચ્છતા કીટ પહોંચાડી રહ્યા છે.

  આપણો દેશ એક નિર્ણાયક સમયનો સામનો કરી રહ્યો છે, અનેLifebouy જેવી બ્રાન્ડ આ રોગચાળા સામેનીલડાઈમાં જીતવા માટે લોકોમાં જાગૃતિ લાવવા જેવી રીતે તેમની વિશ્વસનીયતાનો ઉપયોગ કરી રહી છે તે જોઈને અમે નમ્રતા અનુભવી રહ્યા છે. હવે, આ પડકારજનક સમયનો અંત લાવવા આપણાથી શક્ય તેટલા દરેક પ્રયાસ કરવા એઆપણી બધાની જવાબદારી છે.

  આ એક ભાગીદારીવાળી પોસ્ટ છે.
  Published by:News18 Gujarati
  First published:April 20, 2020, 17:36 pm

  ટૉપ ન્યૂઝ