• Home
  • »
  • News
  • »
  • coronavirus-latest-news

લૉકડાઉનના નિયમોને નેવે મૂકીને BJP ધારાસભ્યના પુત્રએ હાઇવે પર દોડાવ્યો ઘોડો

લૉકડાઉનના નિયમોને નેવે મૂકીને BJP ધારાસભ્યના પુત્રએ હાઇવે પર દોડાવ્યો ઘોડો
ધારાસભ્ય સીએસ નિરંજનનો પુત્રની હાઇ વે પર ઘોડેસવારી

જો કે કર્ણાટકમાં ધારાસભ્ય અને તેમના પરિવારજનોથી લોકડાઉનના નિયમો તોડવાનો આ કોઇ પહેલો કેસ નથી.

  • Share this:
    ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને રોકવા માટે દેશભરમાં 17 મે સુધી લોકડાઉનની સમયસીમા વધારવામાં આવી છે. હાલ સમગ્ર દેશમાં ચુસ્તપણે લોકડાઉનના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. પણ આ તમામ વાતની વચ્ચે કર્ણાટકના ભાજપના ધારાસભ્ય સીએસ નિરંજન (CS Nirajan Kumar)ના પુત્રનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સીએસ નિરંજનનો પુત્ર લોકડાઉનના નિયતોને નેવે મૂકીને નેશનલ હાઇવે પર ફૂલ ઝડપે ઘોડો સવારી કરતો નજરે પડે છે. આ ગુંડલુપેટે નેશનલ હાઇવે છે. જ્યાંનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
    વળી નોંધનીય વાત તો એ છે કે ધોડેસવારી કરતી વકતે વિધાયકના પુત્રને માસ્ક પહેરવા જેવી કોરોના વાયરસને લગતી અન્ય સાવધાનીઓને પણ નજર અંદાજ કરી છે.




    મહામારીના આ સમયમાં ધારાસભ્યના પુત્ર દ્વારા નિયમો તોડતા લોકો રોષે ભરાય છે. સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી સવાલ કર્યા છે. એક યુઝરે કહ્યું કે કોરોના વાયરસમાં રેડ ઝોનમાં અમે બાઇક નથી ચલાવી શકતા પણ ઘોડો દોડાવી શકીએ છીએ.
    સ્થાનિક અધિકારીઓને આ અંગે પુછતા તેમણે કહ્યું કે કુમાર વિરુદ્ધ હજી સુધી કોઇ મામલો દાખલ કરવામાં નથી આવ્યો. ચામરાજનગરના એસપીએ કહ્યું કે તે નેશનલ હાઇવે પર ઘોડો સવારી કરી લોકડાઉનના નિયમોને તોડવાની મામલાની તપાસ કરી રહ્યા છે. જો કે કર્ણાટકમાં ધારાસભ્ય અને તેમના પરિવારજનોથી લોકડાઉનના નિયમો તોડવાનો આ કોઇ પહેલો કેસ નથી. આ પહેલા માર્ચ મહિનામાં જેડીએસના ધારાસભ્ય ગુબ્બી એસ આર શ્રીનિવાસે લોકડાઉનના નિયમોનું ઉલ્લંધન કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અને અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણના 70 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. તો કર્ણાટકમાં જ અત્યાર સુધી 862 લોકો આ વાયરસનો ભોગ બની ચૂક્યા છે.
    Published by:News18 Gujarati
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ