J&K : આતંકીઓની ગોળીથી દાદાનો ગયો જીવ, માસૂમને સંભાળતા જવાનનો ફોટો થયો વાયરલ

J&K : આતંકીઓની ગોળીથી દાદાનો ગયો જીવ, માસૂમને સંભાળતા જવાનનો ફોટો થયો વાયરલ
બાળક સાથે જવાન

આ ફોટોમાં દેખાય છે કે બાળક લોહીથી લથબથ છે અને તે પોતાના દાદાજીની પાસે બેઠો છે.

  • Share this:
    જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાફલા પર આતંકીઓ હુમલો કર્યો હતો. તેમાં સીઆરપીએફ 179 બટાલિયનના હેડ કોન્સ્ટેબલ શહીદ થયા છે. જ્યારે એક વયોવુદ્ધ નાગરિરકની પણ ગોળી લાગવાથી મોત થઇ છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક માર્મિક તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે. ગોળીવારીની વચ્ચે સીઆરપીએફનો એક જવાને બાળકની જીવ બચાવી તેને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ મુજબ બાળકની ઉંમર ખાલી 5 વર્ષની છે. અને તે પોતાના દાદાની સાથે વૉક પર નીકળ્યો હતો. અને અચાનક જ ગોળીબારી શરૂ થઇ ગઇ. ગોળી લાગવાથી બાળકના દાદાની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ. સોશિયલ મીડિયામાં આ બાળકની અનેક તસવીરો શેર કરવામાં આવી રહી છે.



    બાળક દાદાની પાસે બેઠો રડી રહ્યો છે


    એક ફોટોમાં દેખાય છે કે બાળક લોહીથી લથબથ છે અને તે પોતાના દાદાજીની પાસે બેઠો છે. ગોળીઓના અવાજ અને દાદાની મોતથી તે ખૂબ જ ડરેલો છે. અને જોર જોરથી રડી રહ્યો છે. આ વીડિયોમાં પણ જોવાય છે કે બાળકને જવાને તરત જ પોતાના ખોળામાં લઇ લીધો અને તેને સમજાવીને તેને ઘટના સ્થળેથી દૂર લઇ જઇ રહ્યા છે.

    માસૂમ બાળક


    આ જવાન અને બાળકની તસવીર અનેક લોકોના મનને અસર કરી રહી છે.

    બાળક સાથે જવાન


    બીજા વીડિયોમાં બાળક સીઆરપીએફની ગાડીમાં બેઠો છે અને તે રડી રહ્યો છે. તેના હાથમાં બિસ્કિટનું પેકેટ પણ દેખાય છે. આતંકીઓની ગોળીબારીની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.



    ન્યૂઝ એજન્સી ANI મુજબ બુધવારે સવારે સીઆરપીએફની એક પાર્ટી પેટ્રોલિંગ પર નીકળી હતી. તે દરમિયાન રેબન વિસ્તારમાં સીઆરપીએફની પાર્ટી પર અચાનક ફાયરિંગ થવા લાગી. ભારતીય જવાનોએ પણ તેનો મુંહતોડ જવાબ આપ્યો.ANI ખબર મુજબ તેમાં 3 સીઆરપીએફ જવાન અને એક સ્થાનિક નાગરિકની હાલત નાજુક છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જમ્મુ કાશ્મીર પોલીસ મહાનિર્દેશક દિબબાગ સિંહે કહ્યું કે આંતકીઓ લશ્કર એ તૈયબા, જૈશ એ મહોમ્મદ અને હિઝબુલ મુઝાહિદ્દિન સાથે જોડાયેલા છે. અને તે હતાશ થઇને હવે નિર્દોશ લોકોને પોતાનો નિશાનો બનાવી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી વિરોધી અભિયાનોમાં અત્યાર સુધીમાં સુરક્ષાબળોઓ 110થી વધુ આતંકીઓને માર્યા છે. ગત 20 દિવસમાં સુરક્ષાબળોએ 36 આતંકીઓને માર્યા છે.
    Published by:Chaitali Shukla
    First published:July 01, 2020, 12:41 pm

    ટૉપ ન્યૂઝ