શું શ્રીલંકામાં થશે IPLનું આયોજન? બીસીસીઆઈએ આપ્યો આવો જવાબ

News18 Gujarati
Updated: April 17, 2020, 3:17 PM IST
શું શ્રીલંકામાં થશે IPLનું આયોજન? બીસીસીઆઈએ આપ્યો આવો જવાબ
શું શ્રીલંકામાં થશે આઈપીએલનું આયોજન? બીસીસીઆઈએ આપ્યો આવો જવાબ

શ્રીલંકા ક્રિકેટના અધ્યક્ષ શમ્મી સિલ્વાએ ગુરુવારે કહ્યું હતું કે શ્રીલંકા આ ટૂર્નામેન્ટનું આયોજન પોતાના દેશમાં કરાવવા માટે તૈયાર છે

  • Share this:
નવી દિલ્હી : આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)કોરોના વાયરસને (Coronavirus)કારણે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે શ્રીલંકાએ આઈપીએલને પોતાના ત્યાં આયોજીત કરાવવાની વાત કરી છે. આને લઈને બીસીસીઆઈએ (BCCI)નિવેદન જાહેર કર્યું છે.

શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ના અધ્યક્ષ શમ્મી સિલ્વાએ ગુરુવારે કહ્યું હતું કે શ્રીલંકા આ ટૂર્નામેન્ટનું આયોજન પોતાના દેશમાં કરાવવા માટે તૈયાર છે. જ્યાં કોવિડ-19 સંક્રમિત લોકોની સંખ્યા ઘણી ઓછી છે અને ભારતની સરખામણીએ ત્યાં બધું જલ્દી સામાન્ય થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં કોરોના વાયરસથી અત્યાર સુધી સાત લોકોના મોત થયા છે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડના આ પ્રસ્તાવ પર હવે ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલ એક મહત્વના વ્યક્તિએ કહ્યું છે કે હાલ કોવિડ-19ની મહામારી સામે ઝઝુમી રહેલી દુનિયામાં આ પ્રકારના પ્રસ્તાવ પર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. જ્યારે દુનિયામાં બધુ ઠપ પડ્યું હોય તો બીસીસીઆઈ કશું કહેવાની સ્થિતિમાં નથી. આમ પણ એસએલસી પાસેથી અત્યાર સુધી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. જેથી આ મુદ્દે ચર્ચા કરવાનો સવાલ જ ઉઠતો નથી.

આ પણ વાંચો - ભારતને વર્લ્ડ કપ અપાવનાર જોગિન્દરનો ખુલાસો, આ ડર ના કારણે નથી જતો ઘરે

આઈપીએલને 2009માં દક્ષિણ આફ્રિકામાં આયોજીત કરવાના નિર્ણયમાં સામેલ રહેલા બીસીસીઆઈના પૂર્વ અધિકારીએ કહ્યું કે મે મહિનામાં શશાંક મનોહર આઈસીસીના ચેરમેન પદેથી હટ્યા પછી તસવીર બદલાઇ શકે છે. શ્રીલંકા આઈસીસીમાં બીસીસીઆઈનું સહયોગી રહ્યું છે અને તેમનો પ્રસ્તાવ સમજી શકાય છે. જોકે મનોહર આગામી મહિને હટ્યા પછી શું સ્થિતિ હશે તે જોવું પડશે. નવા સમીકરણ બની શકે છે અને શ્રીલંકા જ નહીં અન્ય વિકલ્પ પણ હોઈ શકે છે.
First published: April 17, 2020, 3:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading