આજે મધર્સ ડે પર સુરતી ઇદડા ખવડાવીને મમ્મીને કરો ખુશ, જોઇ લો ફટાફટ રીત

આજે મધર્સ ડે પર સુરતી ઇદડા ખવડાવીને મમ્મીને કરો ખુશ, જોઇ લો ફટાફટ રીત
જો તમારે પણ પોતાની મમ્મીને ખુશ કરવી હોય તો લૉકડાઉનમાં ઘરે જ સુરતી ઇદડા બનાવીને મમ્મીને ખુશ કરી શકો છો.

જો તમારે પણ પોતાની મમ્મીને ખુશ કરવી હોય તો લૉકડાઉનમાં ઘરે જ સુરતી ઇદડા બનાવીને મમ્મીને ખુશ કરી શકો છો.

 • Share this:
  આજે આખા વિશ્વમાં મધર્સ ડે ઉજવાઇ રહ્યો છે. ત્યારે જો તમારે પણ પોતાની મમ્મીને ખુશ કરવી હોય તો લૉકડાઉનમાં ઘરે જ સુરતી ઇદડા બનાવીને મમ્મીને ખુશ કરી શકો છો.

  સામગ્રી


  - અઢીસો ગ્રામ સફેદ ઢોકળાંનો લોટ (ચોખા બસો ગ્રામ + અડદની દાળ પચાસ ગ્રામ. બન્નેને કકરાં દળી લેવાં.)
  - અઢીસો ગ્રામ દાહીં
  - સ્વાદ મુજબ મીઠું
  - વાટેલા આદુ મરચા
  - પોણી ચમચી સોડા
  - ત્રણ ચમચી તેલ
  - મરીનો કકરો ભૂકો

  આ પણ વાંચો : સામાન્ય શરદી ખાંસી મટાડીને રોગપ્રતિકારક શક્તિ વધારશે આ ઉપાયો, અજમાવવાનું ચૂકતા નહીં

  રીત
  ઢોકળાંના લોટમાં દહીં અને પાણી નાંખી ખીરું તૈયાર કરવું.
  છ કલાક તડકામાં મુકવું. જેનાથી આથો આવે. પછી તેમાં તેલ, મીઠું, વાટેલા આદુ-મરચા અને સોડા નાંખી ખીરાને ખૂબ જ હલાવવું.
  ઢોકળાંના કુકરમાં પાણી રેડી વરાળ આવે એટલે થાળીમાં થોડું ખીરું નાંખી ઉપર મરીનો ભૂકો જરા ભભરાવવો.
  પાંચ મિનિટ માટે તેને વરાળમાં બફાવા દો અને ઠંડા પડે એટલે શક્કરપારા આકારના કટકા કરવા પછી તેને લીલી ચટણી જોડે પીરસો.

  આ પણ જુઓ : 
  Published by:News18 Gujarati
  First published:May 10, 2020, 11:01 am

  ટૉપ ન્યૂઝ