Coronavirus : પોલીસ અને મેડિકલની ટીમ પર હુમલો કરનારાઓની હવે ખેર નથી, DGPએ આપી ચેતવણી

News18 Gujarati
Updated: April 11, 2020, 5:26 PM IST
Coronavirus : પોલીસ અને મેડિકલની ટીમ પર હુમલો કરનારાઓની હવે ખેર નથી, DGPએ આપી ચેતવણી
ગુજરાત DGP શિવાનંદ ઝાની તસવીર

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રૂટિન પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા કહ્યું કે હવે પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલો કરનાર સામે પાસા સહિતના આકરા પગલાં લેવાશે.

  • Share this:
 

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને લીધે દિનપ્રતિદિન કેસ વધી રહ્યા છે ત્યારે લૉકડાઉનનો કડક અમલ કરાવવા માટે પોલીસ આકરા પગલા લઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં પોલીસ પર હુમલાની છૂટી છવાઈ ધટનાઓ વચ્ચે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અસામાજિક તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. કોરોના વાયરસની વ્યવસ્થાના ભાગરૂપ તેઓ રોજ રાજ્યના લૉ એન્ડ ઓર્ડરની માહિતી ચાર વાગ્યે એક પત્રકાર પરિષદમાં આપે છે જેમાં તેમણે આકરી ચેતવણી આપી છે.

પોલીસ વડા શિવાનંદ ઝાએ અસામાજિક તત્વોને ચેતવણી આપી છે કે જે લોકો હવે પોલીસ અને મેડિકલની ટીમને ફરજમાં રૂકાવટ કરશે કે હુમલો કરશે તેના સામે આકરા પગલાં લેવામાં આવશે. પોલીસ આવા તત્વો સામે પાસા સહિતના પગલાં ભરશે. રાજ્યમાં તમામ શાકમાર્કેટો, દુકાનોમાં ડ્રોનથી સર્વેલન્સ રખાશે. જુહાપુરામાં પથ્થરમારાની ઘટનામાં 50 લોકોના ટોળા સામે ફરિયાદ, 25ની ધરપકડ  કરવામાં આવી છે.

આ પણ વાંચો :  PM મોદીએ માસ્ક પહેરીને મુખ્યમંત્રીઓ સાથે કર્યો સંવાદ, લૉકડાઉન 30મી એપ્રિલ સુધી વધે તેવી શક્યતા

અરવલ્લીમાં ઘર્ષણ, પાંચની અટકાયત

દરમિયાન શનિવારે સાંજે રાજ્યના અરવલ્લીમાં લૉકડાઉન મામલે બાયડના કસ્બા વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરેલા શખ્શોમાંથી 5 જેટલા શખ્સોની પોલીસે અટકાયત કરી હતી.આ પણ વાંચો : બૂટના તળિયાથી પણ કોરોના ફેલાઈ શકે છે, હવામાં 13 ફૂટ સુધી વાયરસની અસર રહે છે : સંશોધન

અમદાવાદમાં 25 ડ્રોનથી બાઝ નજર, 372 વાહનો જપ્ત કરાયા

દરમિયાન શનિવારે સાંજે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં 25 ડ્રોનથી બાઝ નજર રાકવામાં આવી રહી છે.  અમદાવાદ શહેરમાં જાહેરનામાના ભંગ બદલ 372 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. શહેરના કુલ 123 સોશિયલ મીડિયા એકાઉન્ટને અફવાઓ ફેલાવા બદલ સીઝ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં લૉકડાઉનનો ભંગ થઈ રહ્યો હોય તો આ નંબર પર તસવીરો મોકલો

અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. લોકડાઉનનો ભંગ કરનારને પકડવા આ પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં નાગરિકો વોટ્સએપ થકી માહિતી આપી શકશે. 24 કલાક કાર્યરત આ નંબર ઉપર ફોટો, વિડીયો કે ઓડિયો મેસેજ મોકલી શકાશે.

માહિતી મોકલનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. આસપાસના વિસ્તારોમાં લોકડાઉનનો ભંગ થતો હશે તો આ નંબર ઉપર વોટ્સએપ કરી શકાશે. જે નંબર 6359627500 છે. કોઈએ આ નંબર ઉપર ફોન કોલ્સ કરવાનો રહેશે નહીં. ફોન કોલ્સ માટે પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર ઉપર ડાયલ કરી શકાશે.
First published: April 11, 2020, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading