Home /News /coronavirus-latest-news /

Gujarat corona Update: ત્રીજી લહેરનો મહાવિસ્ફોટ, Coronavirus ના 9941 કેસ-4 મોત

Gujarat corona Update: ત્રીજી લહેરનો મહાવિસ્ફોટ, Coronavirus ના 9941 કેસ-4 મોત

રાજ્યમાં આજે ત્રીજી લહેરનો મહાવિસ્ફઓટ થયો છે. કોરોનાવાયરસના સૌથી વધુ કેસ આજે નોંધાયા છે.

રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે આજે નવા કેસના તમામ રેકોર્ડ તૂટ્યા, રાજ્યના મહાનગરોમાં મહાવિસ્ફોટ

    રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 9941 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેરનો સૌથી મોટો વિસ્ફોટ છે. રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે 3 મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે રાજ્યમાં 2704 દર્દી સાજા થયા છે.

    રાજ્યમાં અમદાવાદમાં 3843 નવા કેસ નોંધાયા છે જ્યારે કે સુરત શહેરમાં 2505 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 776, રાજકોટ શહેરમાં 319, સુરત જિલ્લામાં 265, વલસાડમાં 218, ભરૂચમાં 217, ગાંધીનગર શહેરમાં 150, નવસારીમાં 147, ભાવનગર શહેરમાં 130, કચ્છમાં 105, મોરબીમાં 102 નવા કેસ નોંધાયા છે.

    100થી નીચે કેસ વાળા શહેર જિલ્લા

    રાજ્યમાં આણંદમાં 98, ગાંધીનગરમાં 94, ખેડામાં 94, વડોદરામાં 86, જામનગર શહેરમાં 77, મહેસાણામાં 63, અમદાવાદ શહેરમાં 61, દેવભૂમિ દ્વારકામાં 56, રાજકોટમાં 56, બનાસકાંઠમાં 53, પાટણમાં 49, જૂનાગઢ શહેરમાં 39, ગીરસોમનાથમાં 38, સાબરકાંઠામાં 35 કેસ નોંધાયા છે.

    35થી ઓછા કેસ વાળા શહેર જિલ્લા

    સુરેન્દ્રનગરમાં 34, દાહોદમાં 30, અમરેલીમાં 26, ભાવનગરમાં 26, પંચમહાલમાં 26, જામનગર 24, મહીસાગર, નર્મદામાં 20, તાપીમાં 19, પોરબંદરમાં 14, અરવલ્લીમાં 7, ડાંગમાં 5, બોટાગદમાં 2, છોટાઉદેપુરમાં 1 મળીને કુસલ 9941 નવા કેસ નોંધાયા છે.

    3349 દર્દી સાજા થયા

    દરમિયાનમાં આજે રાજ્યમાં અમદાવાદમાં 1637, સુરતમાં 460, વડોદરામાં 185, રાજકોટમાં 168 મળી અને 3349 દર્દી સાજા થયા છે.

    આજે 4 મોત

    રાજ્યમાં આજે સુરત શહેરમાં 2, વલસાડમાં 1, રાજકોટ જિલ્લામાં 1 મળીને કુલ 4 મોત થયા છે. મૃત્યુઆંક 1013.7 પર પહોંચી ગયો છે.

    એક્ટિવ કેસમાં મોટો ઉછાળો

    રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 43762 પર પહોંચી ગઈ છે. વેન્ટિલેટર પર આ પૈકીના 51 દર્દીઓ છે. આ સાથે 43675 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે આ પૈકીના 931855 દર્દીઓ સ્ટેબલ છે. આમ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સુનામી આવી છે.

    આવતીકાલે એક્ટિવ કેસ 50,000ને વટાવી જાય તેવી વકી

    જે પ્રમાણે રાજ્યમાં નવા કેસ નોંધાઈ રહ્યા છે અને સાજા થવાનો દર સામે આવી રહ્યો છે તેને જોતા એક્સપર્ટ્સ એવું સૂચનવે છે કે કાલે 13મી જાન્યુઆરીના રોજ રાજ્યમાં એક્ટિવ કેસનો આસપાસ 50,000ને વટાવી જાય તેવી સંભાવના છે. જોકે, 50,000ની નજીક પહોંચશે તેવી શક્યતા સેવાઈ રહી છે. રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટથી હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા નહીવત્ત છે પરંતુ કેન્દ્ર સરકારે ઓક્સિજન સહિતની સ્થિતિની સમીક્ષા કરવા તાકીદ કરી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: ઓમિક્રોન, કોરોના વાયરસ, ગુજરાતના સમાચાર

    આગામી સમાચાર