Gujarat corona Update: રાજ્યમાં કોરોનાની સુનામી, ઓલટાઇમ હાઇ 17,119 નવા કેસ-10 મોત
Gujarat corona Update: રાજ્યમાં કોરોનાની સુનામી, ઓલટાઇમ હાઇ 17,119 નવા કેસ-10 મોત
રાજ્યમાં કોરોનાના નવા કેસની સુનામી
Gujarat corona Updates : રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 5988 કેસ, સુરત શહેરમાં 2563 કેસ, વડોદરા શહેરમાં 1539 કેસ, રાજકોટ શહેરમાં 1336 જાણો ક્યાં શહેર જિલ્લામાં વધી ચિંતા
રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 17,119 વા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેરનો સૌથી મોટો વિસ્ફોટ છે. રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે 10 મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે રાજ્યમાં દર્દી સાજા થયા છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 5988 કેસ, સુરત શહેરમાં 2563 કેસ, વડોદરા શહેરમાં 1539 કેસ, રાજકોટ શહેરમાં 1336 કેસ સુરત જિલ્લામાં 423 કેસ, ગાંધીનગર શહેરમાં 409 કેસ, ભાવનગર શહેરમાં 399 કેસ, મોરબીમાં 318 કેસ, વલસાડમાં 310 કેસ, જામનગર શહેરમાં 252 કેસ, મહેસાણામાં 240 કેસ, નવસારીમાં 211 કેસ, ભરૂચમાં 206 કેસ નોંધાયા છે.
200થી ઓછા કેસવાળા શહેર જિલ્લા
રાજ્યમાં આજે કચ્છમાં 175, બનાસકાંઠામાં 163, વડોદરા જિલ્લાાં 131, રાજકોટ જિલ્લામાં 125, પાટણમાં 119, દૂનાગઝ શહેરમાં 116, ભાવનગરમાં જિલ્લા 102, જામનગર જિલ્લા 102 નવા કેસ નોંધાયા છે.
100થી ઓછા કેસવાળા શહેર જિલ્લા
રાજ્યમાં આજે ખેડામાં 85, અમદાવાદ જિલ્લામા 80, સુરેન્દ્રનગરમામાં 78, અમરેલીમાં 76, ગાંધીનગરમાં 74, આણંદમાં 65, દાહોદમાં 62, સાબરકાંઠામાં 51 કેસ નોંધાયા છે.
આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં 3, સુરત શહેરમાં 2, સુરત જિલ્લામાં 3, ભાવનગરમાં 1, વલસાડમાં એક મળી અને કુલ 10 મોત થયા છે.
એક્ટિવ કેસનો આંક 79,600એ પહોંચ્યો
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 79,600એ પહોંચ્યો છે. આ પૈકીના 113 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે કુલ 79487 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યા 8,66, 338એ પહોંચી છે. જ્યારે મૃત્યુનો આંકડો આજે 10,174 પર પહોંચ્યો છે.
દરમિયાન આજે રાજ્યમાં સરકારી ચોપડે 7883 દર્જી સાજા થયા છે. આ સાજા થયેલા દર્દીઓમાં અમદાવાદ શહેરના 2846, સુરત શહેરના 1980, વડોદરા શહેરના 590, રાજકોટ શહેરના 243, સુરત જિલ્લાના 299, ગાંધીનગર શહેરના 135, ભાવનગર શહેરના 137 દર્દી, જામનગર શહેરના 108, નવસારીના 142, ભરૂચના 418, કચ્છના 117, વડોદરાના 115 દર્દીનો સમાવેશ થાય છે.
આજે 3,17,089 લોકોનું રસીકરણ થયું
દરમિયાનમાં આજે રાજ્યમાં કુલ 3,17,089 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ પૈકીનું 29050 અમદાવાદ, 14282 સુરત શહેરમાં 57043 વ્યક્તિઓનું વડોદરા શહેરમં, 17404 વ્યક્તિઓનું મોરબીમાં, 29081 કચ્છ, 12566 બનાસકાંઠા, 11177 વ્યક્તિઓનું સુરેન્દ્રનગર, 15824 વ્યક્તિઓનું દાહોદમાં રસીકરણ થયું છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર