Home /News /coronavirus-latest-news /

Gujarat Corona cases : રાજ્યમાં આજે પણ Corona ના 10,000થી વધુ નવા કેસ, સુરતમાં રેકોર્ડ તૂટ્યો

Gujarat Corona cases : રાજ્યમાં આજે પણ Corona ના 10,000થી વધુ નવા કેસ, સુરતમાં રેકોર્ડ તૂટ્યો

રાજ્યમાં આજે ત્રીજી લહેરનો મહાવિસ્ફઓટ થયો છે. મહાનગરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે

Gujarat Corona Cases : રાજ્યમાં કોરોના વાયરસના આજના કેસ, વેક્સિનના આંકડા અને દરેક જિલ્લા અને શહેરની માહિતી

    રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 10019 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ, આજે ફરી કોરોનાના બે દર્દીઓનાં મોત થયા છે.

    રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 3090, સુરત શહેરમાં 2986, વડોદરા શહેરમાં 1274, રાજકોટ શહેરમાં 296, ભાવનગર શહેરમાં 225, સુરત જિલ્લામાં 273, વલસાડમાં 183, ગાંધીનગર શહેરમાં 142, નવસારીમાં 140, ભરૂચમાં 140, મહેસાણામાં 104, કચ્છ 101, જામનગર કોર્પોરેશન 79, રાજકોટમાં 77, અમદાવાદમાં 74, સાબરકાંઠા 70, ખેડા 69, આણંદ-પાટણમાં 65 65 કેસ નોંધાયા છે. જ્યારે ગીરસોમનાથમાં 56 કેસ નોંધાયા છે.

    50થી ઓછા કેસ વાળા શહેર જિલ્લા

    રાજ્યમાં 50છી ઓછા કેસ વાળા શહેર જિલ્લામાં આજે જૂનાગઢ શહેરમાં 49, અમરેલીમાં 44, ગાંધીનગર-મોરબી જિલ્લામાં 38-38, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 31, ભાવનગરમાં 30, દાહોદ સુરેન્દ્રનગરમાં 27-27, દેવભૂમિ દ્વારકામાં 24, પોરબંદરમાં 23, તારપીમાં 18, જામનગરમાં 14, મહીસાગરમાં 13 કેસ નોંધાયા છે.

    10થી ઓછા કેસ વાળા શહેર જિલ્લા

    રાજ્યમાં આજે નર્મદા જિલ્લામાં 7, ડાંગમાં 6, જૂનાગઢમાં 3, અરવલ્લીમાં 2, છોટાઉદેપુરમાં 2 અને બોટાદમાં શૂન્ય કેસ નોંધાયા છે.

    એક્ટિવ કેસનો આંકડો 55,000ને વટાવી ગયો

    રાજ્યમાં કોરોના વાયરસની ત્રીજી લહેરમાં એક્ટિવ કેસનો આંકડો 55,000ને વટાવી ગયો છે. રાજ્યમાં હાલમાં 54 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 55744 દર્દી સાજા છે. કોરોનાથી અત્યારસુધીમાં 8,40,970 દર્દી સાજા થયા છે જ્યારે કે 10144 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં આજે બે મોતનો ઉમેરો થયો છે જેમાં એક વલસાડ અને એક નવસારીમાં થયું છે.



    રજાના દિવસે પણ રસીકરણ શરૂ

    રાજ્યમાં રજાના દિવસે પણ રસીકરણ થયું છે પરંતુ રસી લેવા માટે આજે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો નહોતો. આજે સાંજે 5.00 વાગ્યા સુધીમાં 38,446 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે તો રાજ્યનો રિકવરી દર વધીને 92.73 ટકાએ પહોંચી ગયો છે.

    રાજ્યમાં આજે અમદાવાદ શહેર જિલ્લાના કેસ કરતા સુરતના કેસ વધ્યા


    કેસ વધ્યા તો સાજા થવાનો દર પણ વધ્યો

    રાજયનો સમગ્રયતા રિકવરી રેટ 92.73 ટકા છે જ્યારે કે આજે કુલ 4831 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે સરકારી ચોપડે સૌથી વધુ કેસ અમદાવાદના છે તો સૌથી વધુ 2297 દર્દી અમદાવાદમાંથી સાજા થયા હોવાનું ચોપડે નોંધાયું છે. જ્યારે સરકારી ચોપડે આજે 930 દર્દી સુરતમાંથી સાજા થયા છે. જ્યારે કે 211 દર્દી વડોદરા શહેરમાંથી સાજા થયા છે. રાજકોટ શહેરમાં 224 દર્દી સાજા થયા છે. આજે બોટાદમાં એક પણ કેસ નથી પરંતુ ત્યાંથી પણ 3 દર્દી સાજા થયા છે.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन