Board Result : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34% જાહેર, 84.69 % સાથે રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ

News18 Gujarati
Updated: May 17, 2020, 1:25 PM IST
Board Result : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34% જાહેર, 84.69 % સાથે રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ
સૌથી ઉંચુ પરિણામ ધ્રોલ કેન્દ્રનું, A-1 સાથે માત્ર 44 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા, ગુજરાતી કરતાં અંગ્રેજી મીડિયમનું પરિણામ વધારે આવ્યું

સૌથી ઉંચુ પરિણામ ધ્રોલ કેન્દ્રનું, A-1 સાથે માત્ર 44 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા, ગુજરાતી કરતાં અંગ્રેજી મીડિયમનું પરિણામ વધારે આવ્યું

  • Share this:
અમદાવાદ : રવિવારનાં રોજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34 જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 71.34 % પરિણામ આવ્યું. 1,16,494 વિદ્યાર્થીઓમાંથી 83,111 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા. સૌથી ઉંચું રાજકોટ જિલ્લાનું 84.69 % પરિણામ જાહેર થયું છે. પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન સવારે 8 વાગ્યાથી જોઇ શકાશે. આ સાથે તેમે અમારી વેબસાઇટ News18Gujarati.com પર જઇ 'બોર્ડ પરિણામ 2020' પર ક્લિક કરીને જોઇ શકશો. અથવા નીચે આપેલી લિંકમાં પણ જોઇ શકશો.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,16,494 વિદ્યાર્થીઓમાંથી 83,111 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.  રાજ્યમાં કેન્દ્ર મુજહ સૌથી ઉંચું પરિણામ ધ્રોલ કેન્દ્રનું પરિણામ જાહેર થયું છે. આ કેન્દ્રનું 91.42 % પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 23.02% પરિણામ આવ્યું છે.
સૌથી વધુ રાજકોટ જિલ્લાનું પરિણામ આવ્યું




દરમિયાન આંકડાની સરખામણીએ સૌથી ઉંચું રાજકોટ જિલ્લાનું 84.69 % પરિણામ જાહેર થયું છે જ્યારે સૌથી નીચું પરિણામ  32.64% છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ જાહેર થયું છે.

હાલ ફક્ત પરિણામ જોવા મળશે માર્કશીટ નહીં મળેમળતી માહિતી પ્રમાણે કોરોના વાયરસના સમયમાં સંક્રમણે ફેલાવો રોકવા માટે અને લોકડાઉનની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અત્યારે માત્ર પરિણામ જોઈ શકશે.આ ઉપરાંત બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ -2020ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ બાદમાં જાહેર કરાશે તથા ગુણચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા અંગેની સૂચનાનાઓ પણ અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી હતીગુજરાત માદ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)દ્વારા માર્ચમાં લેવાયાલે ધોરણ 12 સાયન્સી પરીક્ષામાં ગુજરાત રાજ્યના 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે 17મેના દિવસે તેમના મહેનતનું પરિણામ જાહેર થશે.

First published: May 17, 2020, 9:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading