Home /News /coronavirus-latest-news /કોવેક્સિનને WHOની મંજૂરી મળતા માંડવિયાએ કહ્યું, 'આત્મનિર્ભર ભારતની દિવાળી છે'

કોવેક્સિનને WHOની મંજૂરી મળતા માંડવિયાએ કહ્યું, 'આત્મનિર્ભર ભારતની દિવાળી છે'

મંત્રી મનસુખ માંડવીયા

Covaxin Approval: સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીઈ(PM Modi )એ રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવા માટે WHOને વિશેષ ભલામણ કરી હતી. કોવેક્સિન વિકસાવનારી ભારત બાયોટેક કંપની(bharat biotech)એ રસીને ઈમરજન્સી ઉપયોગના લીસ્ટમાં સમાવેશ કરવા 19 એપ્રિલે WHOને ઇઓઆઈ જાહેર કરી હતી. ત્યારથી વિશ્વ આરોગ્ય સંગઠન અનેક રાઉન્ડની મહત્વની બેઠકો બાદ આ નિષ્કર્ષ પર આવ્યું છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ બુધવારે ભારત બાયોટેક (Bharat Biotech)ને એન્ટી કોવિડ વેક્સિન કોવેક્સિન (Covaxin)ને 'ઇમરજન્સી ઉપયોગ માટે સૂચિબદ્ધ' દરજ્જો આપી દીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતની આ સિદ્ધિનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપ્યો છે.

માંડવીયાએ વડાપ્રધાનના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને આ વર્ષે આત્મનિર્ભર ભારત દિવાળી ઉજવવાની હાકલ કરી હતી. તમને જણાવી દઈએ કે, લાંબા સમયની રાહ જોયા બાદ, કોવિડ-19 સામે સ્વદેશી રસી કોવેક્સિનના ઉપયોગને ડબ્લ્યુએચઓ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

માંડવિયાએ ટ્વીટ કર્યું હતું કે,"આ સક્ષમ નેતૃત્વની નિશાની છે, તે મોદીજીના સંકલ્પની વાર્તા છે, તે દેશવાસીઓની આસ્થાની ભાષા છે, તે આત્મનિર્ભર ભારતની દિવાળી છે." એવું કહેવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જી-20 શિખર સંમેલનમાં ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રેસ અધાનમ ઘેબ્રેયેસસ સાથે મુલાકાત કરી હતી. સૂત્રો નું માનવું છે કે આ જ બેઠકમાં પ્રધાનમંત્રીએ ડબ્લ્યુએચઓના પ્રમુખ સાથે ઈમરજન્સીના ઉપયોગ માટે કોવાક્સિનને મંજૂરી આપવા અંગે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: Puneeth Rajkumar: કર્ણાટક સરકારે ચાહકોને સુપરસ્ટાર પુનિત રાજકુમારની સમાધિએ જવાની આપી મંજૂરી

અગાઉ ડબ્લ્યુએચઓના ટેકનિકલ કન્સલ્ટિંગ ગ્રુપ દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી. ડબ્લ્યુએચઓએ ટ્વીટ કર્યું હતું કે, "ડબ્લ્યુએચઓએ ઈમરજન્સી ઉપયોગ માટે કોવાક્સિન (ભારત બાયોટેક દ્વારા વિકસિત) રસી સૂચિબદ્ધ કરી છે. આમ, કોવિડ-19ને રોકવા માટે ડબ્લ્યુએચઓ દ્વારા માન્યતા પ્રાપ્ત રસીઓની સંખ્યામાં વધારો થયો છે.''

આ પણ વાંચો: શાહિદ કપૂરને આ પોસ્ટ કરવી મોંઘી પડી, પત્ની મીરાએ ચેતવણી આપી

ડબ્લ્યુએચઓ દક્ષિણપૂર્વ એશિયાના પ્રાદેશિક નિયામક ડો. પૂનમ ખેત્રાપાલ સિંહે ટ્વીટ કર્યું હતું કે, "કટોકટીના ઉપયોગ માટે તેની સ્વદેશી રીતે વિકસિત કોવિડ-19 વિરોધી રસી કોવેક્સિનની સૂચિ બનાવવા બદલ ભારતને અભિનંદન."

કોવેક્સિને લક્ષણ ધરાવતા કોવિડ-19 મહામારી સામે 77.8 ટકા અને વાયરસના નવા ડેલ્ટા ફોર્મેટ સામે 65.2 ટકા રક્ષણ દર્શાવ્યું છે.

આ પણ વાંચો:Coronaને ગંભીર થતા રોકશે આ નવી એન્ટિબોડીઝ, વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

કંપનીએ જૂનમાં કહ્યું હતું કે તેણે પરીક્ષણોના ત્રીજા તબક્કામાંથી કોવાક્સિનની અસરનું અંતિમ વિશ્લેષણ પૂર્ણ કર્યું છે.
First published:

Tags: Ccoronavirus, Health minister mansukh mandaviya, PM Modi પીએમ મોદી, WHO ડબ્લ્યુએચઓ

विज्ञापन