નવી દિલ્હી : કોરોના વાયરસનો કહેરના જોતા કેન્દ્ર સરકારે ગરીબ પરિવારો માટે ફરી એક વખત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર રાશનકાર્ડ ધારકોને મે અને જૂન મહિનામાં 5-5 કિલો વધારે અન્ન મફત આપશે. આ અંતર્ગત 80 કરોડ લાભાર્થીને લાભ મળશે. મે અને જૂન 2021માં ગરીબોને 5 કિલો મફત અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારનું કહેવું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પર 26000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગરીબો પ્રત્યે પ્રતિબદ્ધતાના અનુરુપ, ભારત સરકારે ગત વર્ષની જેમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ લાભાર્થીઓને મફત ખાદ્યાન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.
ગત વર્ષે કોવિડ-19ની પ્રથમ લહેર દરમિયાન જ્યારે આખા દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારે આ યોજનાની જાહેરાત થઇ હતી. પીએમ મોદીએ કહ્યું કે દેશ જ્યારે મુશ્કેલ સ્થિતિમાં પસાર થઇ રહ્યો છે ત્યારે ગરીબોને પૂરો સપોર્ટ મળ્યો. આ યોજના પર સરકારના 26 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. ઘણા રાજ્યો પણ કેન્દ્ર સરકાર પાસે આર્થિક પેકેજની માંગણી કરી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર