નવી દિલ્હીઃ કોરોના વાયરસ (coronavirus)ની મહામારીના કારણે દેશભરમાં 3 મે સુધી લોકડાઉન લાગું છે. આ દરમિયાન લોકો પોતાના ઘરમાં બંધ છે. રવિવારે એટલે કે 26 એપ્રિલે અક્ષય તૃતીયા (Akshay tririya) છે. આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. મોટાભાગના લોકો દર વર્ષે જ્વેલરી શોપ ઉપર જઈને સોનું ખરીદતા હોય છે પંરતુ લોકડાઉનના કારણે દુકાનો બંધ છે. આવી સ્થિતિમાં તમારે નિરાશ થવાની જરૂર નથી. તમે ઈચ્છો તો ઘરે બેઠા ઓનલાઈન સોનું ખરીદી શકો છે. રસપ્રદ બાબત એ છે કે તમે માત્ર એક રૂપિયામાં પણ સોનું ખરીદી શકો છો. તો ચાલો જાણીએ ઓનલાઈન ઓફર્સ વિશે.
તમે પેટીએમના ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકો છો. 0.0005 ગ્રામથી લઈને વધુમાં વધુ 50 ગ્રામની ખરીદી કરવાની તક છે. મહત્વની વાત એ છે કે 0.0005 ગ્રામ સોનું માત્ર એક રૂપિયામાં જ ખરીદી શકાશે. જેમાં ટેક્સ સહિત અન્ય ચાર્જનો પણ સમાવેશ થયો છે.
આવામાં જો તમે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો પેટીએમની વેબસાઈટ કે એપ ઉપર જઈને બધી શરતોની જાણકારી લઈ શકો છો. કંપનીનો દાવો છે કે આ પ્લેટફોર્મ ઉપર વેચાતું સોનું 24 કેરેટ 999.9 શુદ્ધતાવાળું હશે. આ સોનાને તમે પેટીએમના ડિજિટલ લોકરમાં પણ રાખી શકો છો.
આવી જ રીતે phonePe પણ એક રૂપિયામાં સોનું ખરીદવાની તક આપી રહ્યું છે. જેને વેચવા માટે વ્યક્તિ પાસે ઓછામાં ઓછા પાંચ રૂપિયાનું સોનું હોવું જરૂરી છે. જેમાં એક દિવસમાં ખરીદી અને વેચી શકાય છે.
આ ઉપરાંત ટાટાની જ્વેલરી બ્રાન્ડ Tanishqથી ઓનલાઈન સોનું ખરીદી શકાશે. જ્યારે Malabar Gold & Diamonds પણ અક્ષય તૃતીયા ઉપર ઓનલાઈન ઓફર આપી રહી છે. ગોલ્ડ મેકિંગ ચાર્જ ઉપર 30 ટકાની છૂટ મળી રહી ચે. આ પ્રકાર કલ્યાણ જ્વેલર્સ પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ગોલ્ડ ઓનરશિપ સર્ટિફિકેટ વેચી રહી છે.
એક અનુમાન પ્રમાણે અક્ષય તૃતીયાથી પહેલા ઓનલાઈન સોના ખરીદીમામં 8 ટકા સુધી વધારો જોવા મળ્યો છે. Augmontના ડાયરેક્ટર સચિન કોઠારી પ્રમાણે સોનાની ખરીદારી ઉપર લોકડાઉનનો કોઈ ખાસ પ્રભાવ નહીં પડે. આવનારા દિવસોમાં લોકોનું વલણ ડિજિટલ ગોલ્ડ ખરીદારી તરફ વધશે.
Published by:News18 Gujarati
First published:April 25, 2020, 22:21 pm