Home /News /coronavirus-latest-news /Viral: વ્યક્તિએ Corona Vaccineના 90 ડોઝ લીધા, રસીકરણનું પ્રમાણપત્ર કરી રહ્યો હતો એકત્રિત!
Viral: વ્યક્તિએ Corona Vaccineના 90 ડોઝ લીધા, રસીકરણનું પ્રમાણપત્ર કરી રહ્યો હતો એકત્રિત!
જાનવરો માટે લોન્ચ થઈ કોરોનાની પ્રથમ વેક્સિન 'Anocovax', ડેલ્ટા અને ઓમિકરોન વેરિએંટથી સામે આપશે રક્ષણ
German man takes 90 Covid Vaccine Dose : જર્મનીમાં રહેતા આ વ્યક્તિ (German man)ને કોરોના વેક્સીન (Corona Vaccine)ના 2-3 નહીં પણ 90 ડોઝ લીઘા છે, તેનું કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે તેણે ફરી એકવાર રસી લીધી.
Corona Vaccination: કોરોના મહામારી પૂરી થઈ હોય તેવું લાગે છે કે તરત જ તેનું એક નવું મ્યુટન્ટ આવે છે. જો કે, તેનાથી બચવા માટે સમગ્ર વિશ્વમાં બૂસ્ટર ડોઝની સલાહ આપવામાં આવી રહી છે. તાજેતરમાં, એક જર્મન માણસ (German man takes 90 Covid Vaccine Dose)એ લગભગ 90 શોટ સાથે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ લીધા છે. જ્યારે તે પકડાયો હતો ત્યારે પણ 91મા શૉટ માટે કોવિડ વેક્સિન જૅબ્સ સેન્ટર (Man Got 90 Covid Vaccine Jabs)માં હાજર હતો.
વ્યક્તિની ઉંમર 60 વર્ષ જણાવવામાં આવી રહી છે. ન તો તેની ઓળખ જાહેર કરવામાં આવી છે અને ન તો એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વેક્સીનના સુપર ઓવરડોઝની તેના સ્વાસ્થ્ય પર શું અસર થઈ છે? જર્મનીના સેક્સોનીનો રહેવાસી આ વ્યક્તિ એડિનબર્ગમાં રસીકરણની લાઇનમાંથી ઝડપાયો હતો અને પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે.
60 વર્ષના વુદ્ધે નકલી રસીના પ્રમાણપત્રો એકત્રિત કર્યા ડેઈલી મેલના અહેવાલ મુજબ, વૃદ્ધ વ્યક્તિએ 90 વખત કોરોનાની રસી મેળવી હતી જેથી તે નકલી રસીના પ્રમાણપત્રો એકત્રિત કરી શકે અને લોકોને વેચી શકે. સર્ટિફિકેટ પર અસલ વેક્સિન બેચ નંબર હતો અને તે એવા લોકોને વેચતો હતો જેઓ પોતે રસી લેવા માંગતા ન હતા.
પોલીસે વૃદ્ધની ધરપકડ કર્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે કે કેવી રીતે તેમને અધિકૃતતા વિના રસીકરણ કાર્ડ આપવામાં આવ્યું અને દસ્તાવેજો સાથે કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી. જર્મનીમાં ઘણા લોકો કોરોના રસીનો વિરોધ કરી રહ્યા છે અને પ્રમાણપત્રો માટે આવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
અગાઉ પણ કોરોના વેક્સિનમાં થઈ હતી છેતરપિંડી એવું નથી કે પહેલીવાર કોઈએ કોરોના વેક્સીનનો ઓવરડોઝ લીધો છે, પરંતુ હા, 90 ડોઝ લેનાર તે પ્રથમ વ્યક્તિ છે, જેની સ્વાસ્થ્ય પર શું અસર થશે તે જાણી શકાયું નથી. અગાઉ ન્યુઝીલેન્ડમાં પણ એક વ્યક્તિને 24 કલાકની અંદર કોવિડ-19નો ડોઝ મળ્યો હતો. તે જ સમયે આપણા દેશના બિહાર રાજ્યમાં, એક 84 વર્ષીય વ્યક્તિએ કોરોના રસીના 11 ડોઝ લીઘા હતા.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર