કોવિડ 19 સેન્ટરમાં કોરોના દર્દીઓએ કર્યા જોરદાર ગરબા, તમે પણ જુઓ Viral Video

News18 Gujarati
Updated: October 20, 2020, 12:47 PM IST
કોવિડ 19 સેન્ટરમાં કોરોના દર્દીઓએ કર્યા જોરદાર ગરબા, તમે પણ જુઓ Viral Video
ગરબાનો વીડિયો

Coronavirus : તહેવારોની સીઝનમાં કોરોના હંફાવતા અને ગરબાની મજા માણતા લોકોનો વીડિયો બહાર આવ્યો છે. તમે પણ જુઓ

  • Share this:
મુંબઇ (Mumbai)માં કોવિડ 19 કેન્દ્ર (Covid 19 centre) દર્દીઓના ગરબા (Garba, navratri 2020)ના બે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. મહારાષ્ટ્ર સરકાર (Maharashtra)એ લોકોને અપીલ કરીને છે તે આ વખતે ડાંડિયા પ્રોગ્રામની આયોજન ન કરે. અને તેના બદલે રક્તદાન અને સ્વાસ્થય શિબિર લગાવે. વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં એક તરફ જ્યાં પીપીઇ કિટ પહેલા સ્વાસ્થય કર્મીઓ છે તો બીજી તરફ કોવિડ 19 (Coronavirus)ની મહિલા વોર્ડના દર્દી છે જે માસ્ક લગાવીને ફિલ્મી ગીત પર ગરબા કરી રહ્યા છે. આ વીડિયોમાં કેટલીક મહિલા દર્દીઓની ખાસ પ્રસ્તૃતિ પણ નજરે પડે છે.

તો બીજી એક વીડિયો પુરુષોના વોર્ડનો છે. જેમાં કેટલીક પુરુષો અને પીપીઆઇ પહેરેલા સ્વાસ્થયકર્મી ગરબા રમતા નજરે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ થયા પછી વાયરલ થયેલો આ વીડિયો ગોરેગાંવનો છે. જેને બુહદ મુંબઇ મહાનગરપાલિકાના કોવિડ કેન્દ્ર 19 થી બનાવવામાં આવ્યો હતો.

આ સંબંધે બીએમસી આયુક્ત ઇકબાલ સિંહ ચહેલે પીટીઆઇ ભાષા સાથે મંગળવારે વાત કરી હતી અને ગરબાની રજૂરાતના આ વીડિયો વિષે તેમણે કહ્યું હતું કે આ માટે અમે કોઇ આયોજન નહતું કર્યું પણ હા આ બીએમસીના કોવિડ 19 કેન્દ્રનો છે.ચહલે વધુમાં કહ્યું કે આ કોવિડ કેન્દ્રના ડીને તે પણ જણાવ્યું કે દર્દી સ્વાસ્થયકર્મીઓ સાથે જાતે જ આ ઉત્સવ માણી રહ્યા હતા. અને બિમારાના આ સમયમાં તેમનું મનોબળ મજબૂત કરવા અને સારું અનુભવાય તે માટે આ કરવામાં આવ્યું હતું. વધુમાં કેન્દ્રના ડીને કહ્યું હતું કે આવું કરવાથી ખુશી મળે છે માટે જ કેન્દ્રએ ડોક્ટરોને આ ગરબા કરવાની છૂટ આપી હતી.

વધુ વાંચો : હાથરસ કાંડમાં મોટો ખુલાસો: જેલમાં બંધ આરોપીમાંથી એક નીકળ્યો સગીર

ઉલ્લેખનીય છે કે મુંબઇ દેશમાં કોવિડ 19થી ખરાબ રીતે પ્રભાવિત મેટ્રો શહેરોમાંથી એક છે. અહીં શરૂઆતથી જ કોરોનાના મોટા આંકડા સામે આવ્યા હતા. અને વસ્તીના ગીચતા કારણે સ્થિતિ બગડી હતી. હજી સુધી અહીં 2.43 લાખ કેસ સામે આવ્યા છે. તથા 9,700 લોકો આ રોગના કારણે મોતને ભેટ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે ગત મહિને જ લોકોથી અપીલ કરી હતી કે તે મહામારીના કારણે નવરાત્રીમાં જાહેર કાર્યક્રમ કરવાનું ટાળે. અને દશેરાનો ઉત્સવ પણ સાદગીથી ઉજવે. ત્યારે કોરોના દર્દીઓનો ગરબા કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
Published by: Chaitali Shukla
First published: October 20, 2020, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading