રાહુલ પર વિદેશ મંત્રીનો વળતો હુમલો, જણાવ્યું કેમ જવાનો પાસે નહતા હથિયાર?

News18 Gujarati
Updated: June 18, 2020, 6:52 PM IST
રાહુલ પર વિદેશ મંત્રીનો વળતો હુમલો, જણાવ્યું  કેમ જવાનો પાસે નહતા હથિયાર?
એસ. જયશંકર

તેમણે કહ્યું કે આ એક લાંબી પરંપરા છે 1966 અને 2005 સમજૂતી મુજબ.

  • Share this:
પૂર્વ લદાખમાં (East Ladakh) ચીની સૈનિકોની સમક્ષ ભારતીય સૈનિકો (Indian Army)ની થયેલી હિંસક અથડામણ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા પુછવામાં આવેલા સવાલોનો જવાબ વિદેશ મંત્રાલયે આપ્યો છે. વિદેશ મંત્રાલયે એસ જયશંકરે (External Affairs Minister S. Jaishankar) સીમા પર ભારતીય સૈનિકોની પાસે હથિયાર કેમ નહતા તે અંગે બીજી ખબરોને ફગાવી આ મામલે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે જવાન પોસ્ટ છોડતા જ હથિયાર લેસ થઇ જાય છે.

રાહુલ ગાંધીને આપેલા જવાબમાં એસ. જયશંકરે કહ્યું કે ગલવાન ખીણમાં 15 જૂને ભારતીય સેનાના એક પણ જવાન પાસે હથિયાર નહતા તેનું કારણ આપ્યું છે. ભારતના દરેક જવાન પાસે પર્યાપ્ત હથિયારો છે. પણ એક સમજૂતી મુજબ ગલવાન ખીણમાં હથિયારોનો ઉપયોગ ના થઇ શકે.

જયશંકરનું ટ્વિટ


રાહુલ ગાંધીની પોસ્ટ પર રિટ્વિટ કરતા જયશંકરે કહ્યું કે તથ્યોને ઠીક કરીને સમજવું જરૂરી છે. બોર્ડર ડ્યૂટી પર તમામ સૈનિકો પાસે હંમેશા હથિયાર હોય છે. પણ પોસ્ટથી નીકળતી વખતે તે ગતિરોધ વખતે હથિયારોનો ઉપયોગ નથી કરી શકતા. આ એક લાંબી પરંપરા છે 1966 અને 2005 સમજૂતી મુજબ.કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં રાહુલે દાવો કર્યો હતો કે ભારતીય સૈનિકોને હથિયાર વગર સીમા પર મોકલવામાં આવ્યા છે. રાહુલે પોતાની પોસ્ટમાં લખ્યું કે આપણા સૈનિકોની શહીદી માટે તેને હથિયારો વગર મોકલવામાં આવ્યા હતા?

વધુ વાંચો : 7 કલાકનું 'લોહીયાળ યુદ્ઘ': ભારતીય જવાનો ઓછી સંખ્યામાં હોવા છતાં પોતાની જગ્યાએ રહ્યા અડગ

રાહુલે પોતાની ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો મેસેજ પણ મૂક્યો છે. જેમાં તેણે જવાબદાર કોણ? શીર્ષક સાથે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે આ વીડિયોમાં કહ્યું છે કે ચીને હિંદુસ્તાનના શસ્ત્રહીન સૈનિકોની હત્યાને લઇને એક બહુ મોટો અપરાધ કર્યો છે.
First published: June 18, 2020, 6:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading