કોરોના કારણે તમિલનાડુ સરકારે સ્કૂલ ખોલવાનો પોતાનો નિર્ણય પાછો લીધો

કોરોના કારણે તમિલનાડુ સરકારે સ્કૂલ ખોલવાનો પોતાનો નિર્ણય પાછો લીધો
પ્રતિકાત્મક તસવીર

તમિલનાડુ સરકારે કહ્યું કે નવમાં ધોરણથી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે 16 નવેમ્બરથી શાળા ખોલવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને રદ્દ કરવામાં આવ્યો છે.

 • Share this:
  તમિલનાડુ સરકારે બાળકોના માતા પિતાની સલાહ લઇને થોડા દિવસની અંદર જ ગુરુવારે રાજ્યમાં 9માં ધોરણથી 12 ધોરણની શાળાઓને નવેમ્બરમાં ખોલવાનો પોતાનો નિર્ણય પાછો લીધો છે. અને જણાવ્યું છે કે હમણાં સ્કૂલ બંધ જ રહેશે. રાજ્યમાં 16 નવેમ્બરથી કોલેજ ખુલી ગયા છે. પણ સરકારે કહ્યું કે કોલેજ અને વિશ્વવિદ્યાલય ખાલી શોધકર્તા, વિજ્ઞાન અને ટેક્નિકલ પાઠ્યક્રમના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે જ બે ડિસ્મેબર સુધી ખુલશે.

  સરકારે કહ્યું કે અન્ય પાઠ્યક્રમો માટે કોલેજ ખોલવાની જાહેરાત આવનારા સમયમાં કરવામાં આવશે. સરકારની તરફથી જણાવવામાં આવ્યું છ કે છાત્રાવાસ ખાલી તે વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવશે જે જેમણે ગત મહિનાથી ભણતર ફરીથી શરૂ કરશે. સાથે જ સરકારે કહ્યું કે નવમાં ધોરણથી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે 16 નવેમ્બરથી શાળા ખોલવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને રદ્દ કરવામાં આવ્યો છે. સ્થિતિનું ચિતાર્થ મેળવી આ મામલે આવનારા સમયમાં શાળા ફરી ખોલવાની જાહેરાત કરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે ભારતમાં એક દિવસમાં કોવિડ 19ના 47,905 નવા કેસ સામે આવ્યા પછી દેશમાં સંક્રમણના કેસ વધીને 86,83,916 થઇ ગયા છે. ત્યાં જ દેશમાં હજી સુધી 80,66,501 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 550 લોકોની મોત થઇ ગયા પછી મૃત્યુ સંખ્યા 1,28,121 થઇ ગઇ છે.

  દેશમાં સતત બીજા દિવસે પણ સારવાર હેઠળ રહેલા લોકોની સંખ્યા પાંચ લાખથી ઓછી છે. મળતી માહિતી મુજબ હાલમાં 4,89,294 લોકો કોરોના વાયરસ ચેપની સારવાર લઈ રહ્યા છે, જ્યારે કુલ કેરોના કેસ 5.63 ટકા છે.

  વધુ વાંચો : બળાત્કારનો ભોગ બનેલી દિકરી માટે વકીલ બની 'મા' કરાવી સારવાર

  બીજી તરફ ગુજરાતમાં રાજ્ય સરકારે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. જે પ્રમાણે આગામી 23મી નવેમ્બરથી રાજ્યમાં સ્કૂલો અને કૉલેજો (Gujarat to open Schools-Colleges) માં ખુલશે. જોકે, સ્કૂલો તેમજ વિદ્યાર્થીઓએ આ માટે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી SOP (Standard operating procedure)નું પાલન કરવું પડશે.

  સરકાર તરફથી ભૂપેન્દ્રસિંહે (Bhupendrasinh Chudasama) જાહેરાત કરતા એવું પણ જણાવ્યું હતું કે બાળકોને સ્કૂલે મોકલવા માંગતા વાલીઓએ આ માટે એક સહમતિ પત્ર (Consent Form) ભરીને આપવું પડશે.  ત્યારે કોરોના સંક્રમણના વધતા કેસના જ્યાં તમિલનાડુ સરકારે પોતાનો આ નિર્ણય પાછો ખેંચ્યો છે. ત્યારે જોવાનું તે રહેશે કે શું ગુજરાતમાં પણ આવું થાય છે.
  Published by:Chaitali Shukla
  First published:November 12, 2020, 15:01 pm

  ટૉપ ન્યૂઝ