નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi)નો હૉસ્પિટલો (Hospitals)માં દાખલ કરાયેલા કોરોના દર્દીઓને ઑક્સીજન ન મળવાનો મામલો (Oxygen shortage) ગંભીર થઈ રહ્યો છે. ઑક્સીજનનો પુરવઠો ન હોવાથી દર્દીઓના મોત થઈ રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court on oxygen shortate) સતત સરકારને સવાલ પૂછી રહી છે. શનિવારે દિલ્હી હાઇકોર્ટે કહ્યુ કે, કેન્દ્ર, રાજ્ય કે પછી કોઈ સ્થાનિક તંત્રનો કોઈ વ્યક્તિ ઑક્સીજનના પુરવઠામાં વિઘ્ન નાખશે તો 'અમે તે વ્યક્તિને લટકાવી દઈશું'. ન્યાયાધીશ વિપિન સાંઘી અને ન્યાયમૂર્તિ રેખા પલ્લીની ખંડપીઠ તરફથી આ ટિપ્પણી મહારાજા અગ્રસેન હૉસ્પિટલની એક અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી.
આજે દિલ્હી હાઈકોર્ટમાં ઑક્સીજન સંકટ પર થયેલી સુનાવણીમાં કોર્ટે ઑક્સીજનની અછત પર નારજગી વ્યક્ત કરી હતી. દિલ્હી હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે કોણ વ્યક્તિ ઑક્સીજનના પુરવઠાને બાધિત કરી રહ્યો છે. ખંડપીઠે કહ્યું કે, "અમે તે વ્યક્તિને લટકાવી દઈશું. છોડીશું નહીં. કોર્ટે દિલ્હી સરકારને કહ્યુ કે, તે સ્થાનિક તંત્રના આવા અધિકારીઓ વિશે કેન્દ્ર સરકારને પણ માહિતી આપે, જેનાથી તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય. સાથે જ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પ્રશ્નો પૂછ્યો કે દિલ્હી માટે રિઝર્વ 480 મેટ્રિક ટન ઑક્સીજન ક્યારે મળશે?" દિલ્હી હાઈકોર્ટે સરકારને પ્રશ્નો પૂછ્યો હતો કે દિલ્હીના લોકોને ઑક્સીજન મળે તે માટે સરકાર પોતાના પ્લાન્ટ શા માટે નથી લગાવી રહી? સાથે જ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પણ પૂછ્યું કે દિલ્હીને કેટલો ઑક્સીજન મળશે અને કેવી રીતે આવશે.
રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ: કેન્દ્ર સરકાર
કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ વિપિન સાંઘીએ કહ્યુ કે, અમે કેટલાય દિવસોથી સુનાવણી કરી રહ્યા છીએ. દરરોજ એક જ જેવી વાત સાંભળવા મળી રહી છે. વર્તમાનપત્ર અને ચેનલોમાં બતાવવામાં આવી રહ્યું છે કે સ્થિતિ ગંભીર છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, સરકાર જણાવે કે દિલ્હીને કેટલો ઑક્સીજન મળશે અને કેવી રીતે મળશે. આ અંગે કેન્દ્ર સરકારના વકીલે કહ્યુ કે, અમારા અધિકારીઓ 24 કલાક કામ કરી રહ્યા છે. રાજ્યો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. અમે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
ઑક્સીજનના સંક્ટને લઈને સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારના ઉપાયો અંગે નારજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યુ કે, ઑક્સીજનને લઈને દિલ્હીની આ દરરોજની હાલત થઈ ગઈ છે. કોર્ટે કહ્યુ કે, સરકાર પોતાનો ઑક્સીજન પ્લાન્ટ શા માટે નથી નાંખતી, જેનાથી સમયસર લોકોને ઑક્સીજન મળી શકે. આ અંગે વકીલ આલોક અગ્રવાલે કહ્યુ કે, બે હૉસ્પિટલમાં 306 દર્દી છે, જ્યાં ઑક્સીજનની ખૂબ અછત છે. અમે હૉસ્પિટલમાંથી દર્દીઓને રજા આપી રહ્યા છીએ. અનેક જગ્યાએ દર્દીઓને રજા આપવામાં આવી ચૂકી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર