કોરોનિલ પર પોતાના નિવેદનથી પલટ્યા આચાર્ય બાલકૃષ્ણ, કહ્યું- અમે કોરોનાની દવા બનાવાનો કોઇ દાવો નથી કર્યો

બાબા રામદેવે 23 જૂને લૉન્ચ કરી હતી કોરોના કીટ

 • Share this:
  યોગ ગુરુ બાબા રામદેવ (Baba ramdev)ના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ (Acharya Balkrishna)એ તેમના દ્વારા બનાવેલી કોરોનાની દવા કોરોનિલ (Coronil) બનાવવા મામલે યુ ટર્ન લીધો છે. તેમણે કહ્યું કે કે અમે ક્યારેય તેવો દાવો નથી કર્યો કે આ કોરોનાને ઠીક કરશે કે તેને નિયંત્રિત કરશે. અમે કહ્યું અમે એક દવા બનાવી છે જેનું પરીક્ષણ કોરોનાના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થશે. તેમાં કોઇ ભ્રમ નથી.

  આયુષ મંત્રાલયેની તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસ પર પતંજલિ આર્યુર્વેદ પોતાના તમામ દાવા પરથી પીછેહટ કરી છે. ઉત્તરાખંડના આયુષ વિભાગ દ્વારા મોકલવામાં આવેલ નોટિસનો જવાબ આપતા પતંજલિ આયુર્વેદે કહ્યું કે તેમણે ક્યારેય કોરોનાની દવા બનાવાનો દાવો નથી કર્યો. તેમણે કહ્યું કે અમે તેવું કહી શકીએ કે અમે તેવી દવા બનાવી છે જે કોરોના દર્દીને ઠીક કરી શકે.  પતંજલિ આયુર્વેદના અધ્યક્ષ આચાર્ય બાલાકૃષ્ણએ કહ્યું કે પતંજલિ આયુર્વેદ પોતાના દાવા પર કાયમ છે. તેણે ક્યારેય કોરોના વાયરસની દવા બનાવો દાવો નથી કર્યો. સરકારની અનુમતિ અને તેની ગાઇડલાઇન્સના હિસાબે જ દવા તૈયાર કરવામાં આવી છે. આ દવાથી કોરોના દર્દી ઠીક થયા છે. ઉલ્લેખનીય છે કે ગત 23 જૂનના રોજ પતંજલિ આર્યુવેદે રાજસ્થાનની નિમ્સ યુનિવર્સિટી સાથે મળીને કોરોનાની દવા બનાવાનો દાવો કર્યો હતો. પતંજલિ આયુર્વેદની તરફથી જે દવા રજૂ કરવામાં આવી છે તેનું નામ કોરોનિલ અને શ્વાસારી બટી છે. આ દવાના લોન્ચ દરમિયાન કોરોના દર્દીઓ પર તેનો ક્લિનિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

  ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની અત્યાર સુધીમાં કોઇ દવા કે વેક્સિન નથી બની. ત્યારે બાબા રામદેવ અને પતાંજલિ દ્વારા કોરોનાની દવા બહાર પાડતા આ મામલે વિવાદ વધ્યો હતો. અને ઉત્તરાખંડના ડ્રગ કંટ્રોલ તરફથી નોટિસ મોકલવામાં આવી હતી.
  Published by:Chaitali Shukla
  First published: