કોરોનાથી ઠીક થતા જ શાહિદ આફ્રિદીએ ઝેર ઓક્યું, કાશ્મીર માટે કહી આ મોટી વાત

News18 Gujarati
Updated: July 2, 2020, 2:10 PM IST
કોરોનાથી ઠીક થતા જ શાહિદ આફ્રિદીએ ઝેર ઓક્યું, કાશ્મીર માટે કહી આ મોટી વાત
શાહિદ અફરીદીએ કાશ્મીર પર કર્યું ટ્વિટ

"અન્ય કોઇ ફોટો કાશ્મીરની સ્થિતિને આનાથી વધુ દુખ સાથે વ્યક્ત નહીં કરી શકે." : આફ્રિદી

  • Share this:
પાકિસ્તાનના દિગ્ગેજ ક્રિકેટર શાહિદ આફ્રિદી (Shahid Afridi) હંમેશા વિવાદોમાં છવાયેલા રહે છે. ક્યારેક તે ભારતના વડાપ્રધાન વિરુદ્ધ નિવેદન આપે છે તો ક્યારેક કાશ્મીર મામલે ટિપ્પણી કરીને સમાચારોમાં બન્યા રહ્યા છે. હાલમાં જ શાહિદ આફ્રિદી એટલા માટે ચર્ચામાં હતા કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે તે ઘરમાં જ કેદ હતા. હવે જેવા તેમની તબિયત થોડી સારી થવા લાગી છે તેમણે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું ચાલુ કરી દીધું છે. હાલમાં જ તેમણે કાશ્મીરને લઇને મોટી વાત કહી છે.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરના સોપોરમાં બુધવારે આતંકી હુમલામાં 65 વર્ષીય કાશ્મીરી નાગરિક બશીર અહમદની નિધન થયું છે. આતંકવાદીઓએ તે સમયે ગોળી વરસાવી જ્યારે તે તેમના 3 વર્ષના પૌત્રની સાથે વૉક પર નીકળ્યા હતા. ગોળી વાગતા જ જમીન પર પડેલા વુદ્ધની બાજુમાં બેસીને તેનો નાતી રડવા લાગ્યો. જો કે તરત જ સીઆરપીએફના જવાનોએ આ બાળકને ક્રોસ ફાયરિંગની જગ્યાએથી સહી સલામત બહાર નીકાળી તેની માતાની પાસે લઇ ગયા.

આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ હતી. શાહિદ આફ્રિદીએ પણ આ ઘટનાની એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કહ્યું કે એક બાળક બુલેટ લાગેલા દાદાના મૃત શરીર અને ગન પકડેલા સૈનિક વચ્ચે ફસાયેલો છે. અન્ય કોઇ ફોટો કાશ્મીરની સ્થિતિને આનાથી વધુ દુખ સાથે વ્યક્ત નહીં કરી શકે. દર્દનાક ફોટો. વળી તેણે આ તસવીરને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પીન પણ કર્યું છે.

શાહિદ અફરીદીનું ટ્વિટ


એવું કહેવાય છે કે  આફ્રિદીને હવે આવનારા સમયમાં રાજનીતિમાં પગ જમાવવા માંગે છે. અને તે પાકિસ્તાનના હાલમાં વડાપ્રધાન ઇમરાન ખાનની રાહ પર જ ચાલી રહ્યા છે. તે પોતાના લોકોના મસીહા બની રહ્યા છે. અને ભારત વિરુદ્ઘ બયાનબાજી કરીને તેમણે પોતાની એક અલગ જગ્યા બનાવી લીધી છે. આફ્રિદીએ થોડા સમય પહેલા જ પીએમ મોદીની વિરુદ્ધ પણ ઝેર ઓક્યું હતું.

વધુ વાંચો : કોરોના વાયરસ: મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત, નવી મુંબઇમાં ફરી લગાશે લોકડાઉનઆ પહેલા પણ આફ્રિદીએ પીઓકે જઇને નિવેદન આપતા કહ્યું હતું કે, 'કોરોનાથી મોટી બિમારી મોદીના મન અને મગજમાં ચાલી રહી છે આ છે ધર્મની બિમારી છે. અને તે આ બિમારીના કારણે જ રાજકારણ રમી રહ્યા છે. અમારા કાશ્મીરી ભાઇ-બહેનો અને વુદ્ધો પર તે જુલ્મ કરી રહ્યા છે. તેમણે આ વાતનો જવાબ આપવો પડશે.' આ પહેલા તેમણે કહ્યું હતું કે પીએમ મોદી સત્તામાં છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીરીઝ શરૂ નહીં થાય.

આમ પોતાના રાજનૈતિક ફાયદા માટે આફ્રિદી લાંબા સમયથી આવા નિવેદનો આપીને ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.
First published: July 2, 2020, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading