Covid 19નો ડર: ડ્રાઇવરે જમીન પર થૂંક્યું તો એન્જિનિયરે કરી મારપીટ, ડ્રાઇવર થઇ મોત!

News18 Gujarati
Updated: June 11, 2020, 6:35 PM IST
Covid 19નો ડર: ડ્રાઇવરે જમીન પર થૂંક્યું તો એન્જિનિયરે કરી મારપીટ, ડ્રાઇવર થઇ મોત!
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
દિલ્હીમાં બુધવારે રાત્રે એક ડ્રાઇવરની મારી-મારીને હત્યા કરી દેવામાં આવી. આ ઘટના દિલ્હીના શહીદ ભગત સિંહ કૉમ્પ્લેક્સ પાસે થઇ. દિલ્હી પોલીસનું આ ઘટના અંગે કહેવું છે કે ડ્રાઇવર અંકિતે જ્યારે જમીન પર થૂંક્યું તો ઇજનેર પ્રવીણે તેને માર માર્યો અને કોરોના મહામારીને ફેલાવે છે તે વાતનો હવાલો આપી તેને રોક્યો. આ બંને વચ્ચે જ્યારે આ મામલે માર પીટ થઇ રહી હતી તો પોલીસની પીસીઆર પણ ત્યાં આવી પહોંચી હતી. અને તેમણે બંનેને પકડી હોસ્પિટલ લાવી હતી. પણ અહીં ડ્રાઇવર અંકિત સારવાર દરમિયાન દમ તોડી દીધો. હવે પોલીસે ઇજનેર પ્રવિણ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઇજનેર પ્રવીણ શહીદ ભગત સિંહ કોમ્પેક્ષ પર ઊભો હતો. ત્યાં જ ડ્રાઇવર અંકિતે થૂક્યું તો પ્રવીણ તેને ટોક્યો. અને કોરોના આનાથી ફેલાય છે તેવી વાત પર બંને વચ્ચે વિવાદ વધી ગયો અને જે થોડા જ સમયમાં મારપીટમાં ફેરવાઇ ગયો.

મૃતક ડ્રાઇવરની છાતી પર અનેક ઇજા થઇ હતી અને જેના કારણે જ તેની મોત થઇ ગઇ હોય તેમ મનાય છે. પોલીસનું કહેવું છે કે વધુ પડતું લોહી વહી જવાના કારણે ડ્રાઇવરની મોત થઇ છે. અને આ પછી પ્રવીણની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો ડર હાલ લોકોના મનમસ્તિક પર ગંભીર રીતે છવાયેલો છે. અને આ વચ્ચે આવી ઘટનાઓ અનેક જગ્યાએ વિવાદનું કારણ બને છે. ઉલ્લેખનીય છે કે સરકારે કોરોના સમયમાં ખુલ્લામાં થૂંકવા પર પ્રતિબંધ મૂક્યો છે.
First published: June 11, 2020, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading