Covid-19 : કોરોનાના ચેપની બીકે ATMમાંથી પૈસાનો ઉપાડ ઘટ્યો, રાજપીપળામાં હાહાકાર

જ્યારે તમને લાગે કે તમે હેકર્સની જાળમાં ફસાઇ ગયા છો અને બેંક પણ બંધ છે. તો તમે તરતજ પોલીસનો સંપર્ક કરો. આવુ એટલા માટે કારણ કે, ત્યાં હેકરનાં ફિંગરપ્રિન્ટ મળી જશે. આ સાથે તમે એ પણ જોઇ શકો છો કે તમારી આસપાસ કોનું બ્લૂટુથ કનેક્શન ચાલુ છે. જેની મદદથી તમે તે વ્યક્તિ સુધી પહોંચી શકો છો.

લૉકડાઉનની સ્થિતિમાં લોકો ATMમાં આંગળી અડવાથી ચેપ લાગતો હોવાની બીક પૈસા ઉપાડી રહ્યા નથી.

  • Share this:
    દીપક પટેલ, રાજપીપાળા : કોરોના વાયરસને (Coronavirus)ના કારણે લોકડાઉનની (Lockdown)ની સ્થિતિમાં બેંકિંગ (Banking) સુવિધાઓનો ઉપયોગ કરનારાઓની સંખ્યા માં ધરખમ ધટાડો નોંધાયો છે નર્મદા જિલ્લામાં કુલ 200 થી વધુ ATM આવેલા છે જે હાલ સુમસામ ભાસી રહ્યા છે.

    પહેલાં રાજપીપળા શહેરનાં તમામ ATM પર પૈસા ઉપાડવા લાંબી લાઈનો લાગતી હાલ મોટા ભાગે લોકો બેંકો માંથી પૈસા ઉપાડવાનો આગ્રહ વધુ રાખે છે કારણ કે દરેક વ્યક્તિ ને કોરોના નો ભય લાગી રહ્યો છે કે ATM પર પૈસા ઉપાડવા માટે હાથ આંગળીઓ નો પિન નાખવા માટે ઉપયોગ કરવો પડે છે અને જે ATM પર અનેક લોકોની આંગળીઓની ફિંગર હોઈ ત્યારે આ કોરોના નો વાયરસ અન્ય વ્યક્તિ ને લાગી જાય એના ભય ને કારણે હાલ ATM સેન્ટરો સુમસામ થયા છે.

    આ પણ વાંચો :  મોરબી : ટંકારામાં લૉકડાઉન વચ્ચે પરપ્રાંતીય દંપતીની હત્યા, 3 માસૂમો નિરાધારા બન્યા!

    જોકે ડોકટરો નું પણ કહેવું છે આ કોરોના રોગ એકબીજા ને સ્પર્શવાથી થાય છે ત્યારે આ ATMનો ઉપયોગ થી પ્રજા દૂર રહે છે એ પણ એક જાગૃતિ છે અને હાલ દૂર રહેવું એ પણ હિતાવહ હોવાનું જાણકારોનું કહેવું છે. સમગ્ર વિસ્તારમાં હાલમાં લૉકડાઉનની સ્થિતિના કારણે લોકોમાં કોરોનના વાયરસની દહેશત છે તેવામાં ATMની સેવા પણ પ્રભાવિત થઈ છે.

    અમદાવાદમાં ત્રણ મોત

    શહેરમાંકોરોના વાયરસનાં સંક્રમણથી 45 વર્ષનાં દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં કોવિડ સંક્રમણથી આ પાંચમું તથા દેશમાં 21મું મોત છે. ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંક 55ને પાર થઇ ગયો છે.  કોરોનાને કારણે અમદાવાદમાં આજ સાથે ત્રણ અને સુરત અને ભાવનગરમાં એક એક મોત નીપજ્યા છે.
    Published by:Jay Mishra
    First published: