coronavirus: મહાનાયક અમિતાભ બચ્ચેને સુરતની આ બાબતના કર્યા ભરપુર વખાણ


Updated: April 23, 2020, 10:11 PM IST
coronavirus: મહાનાયક અમિતાભ બચ્ચેને સુરતની આ બાબતના કર્યા ભરપુર વખાણ
ફાઈલ તસવીર

આ વીડિયોમાં ગુજરાતના સુરતમાં લાગેલ આ બેનરનો ઉલ્લેખ કર્યો છે. અને કોરોના સામેની લડાયમાં તબીબો અને નરસિંગ સ્ટાફ દર્દી માટે ભગવાન છે.

  • Share this:
સુરતઃ કોરોનાવાયરસને (coronaviurus) લઇ દેશ સહીત દુનિયામાં હાહાકાર મચ્યો છે. ત્યારે સુરતમાં (surat) જુની આરટીઓ (RTO) પાસે એક બેનર પર લખવામાં આવ્યુ છે કે હાલમાં કોરોના લઇને દેશના ભરના મંદિર બંધ છે ત્યારે આ મંદિરના ભગવાન સફેદ કોટ પહેરીને પહોંચ્યા છે. હોસ્પિટલ ખાતે આ બેનરને લઇને ફિલ્મ અભિનેતા અમિતાભ ભચ્ચને (Amitabh bachchan) એક વીડિયો સોશિયલ મીડિયા (social media) વાયરસ કર્યો છે.

આ વીડિયોમાં ગુજરાતના સુરતમાં લાગેલ આ બેનરનો ઉલ્લેખ કર્યો છે. અને કોરોના સામેની લડાયમાં તબીબો અને નરસિંગ સ્ટાફ દર્દી માટે ભગવાન છે. કારણકે આ લોકો પોતાના જીવના જોખમે દર્દીની સારવાર કરે છે. ત્યારે આવા લોકો સમાજમાં સન્માનને લાયક છે.

બેનરની તસવીર


પોતાને ભૂતકાળમાં જ્યારે સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તબીબો અને નરસિંગ સ્ટાફ દ્વારા સારવાર કરી નવું જીવન આપવામાં આવ્યુ હતુ આથી આવા લોકો ને મહામારી સમયે ભગવાન કરતા ઓછા નહીં કહી શકાય અને આવા લોકો ને સમાજે માન સન્માન આપવું જોઈએ તેવી વાત કરી છે. જોકે સાથે સાથે કોરોનાની સારવાર કરતા લોકો ભગવાન નો દરજ્જો આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને લઇને દેશભરમાં લોકડાઉન છે ત્યારે આ વાયરસ સક્ર્મણ માં આવતા દર્દીને સારવાર કરતા યોદ્ધા પણ હવે આ વાયરસના શિકાર થઇ રહિયા છે સુરત માં સતત દર્દી ની સંખ્યા માં વધારો થી રહીયો છે ત્યારે આજે વધુ નવા 30 કેસ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યા 445 પર પહોંચી ગઈ છે. જ્યારે આજે વધુ એક વૃદ્ધ મહિલાનું મોત થતા આંકડ 13 પર પહોંચ્યો છે.
First published: April 23, 2020, 10:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading