Coronavirus : રાજકોટ પોલીસનું સરાહનીય કામ, રોજ 15,000 જરૂરિયાતમંદોને ભોજન આપશે


Updated: March 29, 2020, 7:41 AM IST
Coronavirus : રાજકોટ પોલીસનું સરાહનીય કામ, રોજ 15,000 જરૂરિયાતમંદોને ભોજન આપશે
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ફાઇલ તસવીર

રાજકોટ પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે રોજ 15000 લોકો માટે ભોજન બને તેવી વ્યવસ્થા કરાઈ છે.

  • Share this:
રાજકોટ : તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે રાજકોટ (Rajkot) શહેર પોલીસ કમિશનર (Police Commissioner) મનોજ અગ્રવાલ (Manoj Agrawal) દ્વારા તેની અમલવારી અર્થે કોઈપણ મજૂર વર્ગને રાજકોટ શહેરની બહાર જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. બે દિવસ પહેલા કેટલાક દૃશ્યો સામે આવ્યા હતા કે જેમાં પરપ્રાંતિય મજૂરો કામ ન હોવાના કારણે પોતાના વતન પરત ફરી રહ્યા હતા. પરંતુ રાજકોટ પોલીસે તેમને અહી જ રહેવા સમજાવ્યા છે અને તેમની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.  રાજકોટ પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટરમાં જરૂરિયાતમંદો માટે રોજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ રોજ 15000 લોકોને ભોજન આપશે.

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો જે નિર્ણય અંતર્ગત પ્રાંતીય મજૂરોને પોતાના વતન ન ફરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો જે આ દેશના અનુસાર રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રાજકોટ પોલીસ ની હદમાં કામ કરતા તમામ મજૂરોને પોતાની હાલની જગ્યા ન છોડવા હુકમ કર્યો હતો. તેમ છતાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો પોતાના પરિવાર સાથે ચાલીને પોતાના વતન તરફ દોડ લગાવી હતી.

આ પણ વાંચો :  Coronavirus : ન્યૂયોર્કમાં દર 17 મિનિટે એક વ્યક્તિનું મોત, અમેરિકામાં કોરોનાનો અજગર ભરડો

જો કે પોલીસે સમયસર તેમને સમજાવી તેમની રહેવાની અને જમવાની સગવડ કરી આપી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ અને સામાજિક સંસ્થાના સહયોગ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રોજનું 15000 વ્યક્તિઓનું જમવાનું બની શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો :  COVID-19: ટાટા ટ્રસ્ટે 500 કરોડ રુપિયાની મદદની જાહેરાત કરી

સામાન્યતઃ લોકો પોલીસ થી ડરતા હોય છે પરંતુ રાજકોટ પોલીસ દ્વારા જે પ્રકારે લોકોની જઠરાગ્નિને શાંત કરવામાં આવી રહ્યો છે તે ખૂબ કાબિલે દાદ છે. કોરોના વાયરસના ચેપગ્રસ્તનોની સંખ્યા વધી રહી છે ત્યારે પોલીસની આ કામગીરીને સલામ છે.
First published: March 29, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading