Home /News /coronavirus-latest-news /India Coronavirus News Updates: કોરોનાથી 24 કલાકમાં દેશમાં 738 લોકોનાં મોત, 44,111 નવા કેસ નોંધાયા

India Coronavirus News Updates: કોરોનાથી 24 કલાકમાં દેશમાં 738 લોકોનાં મોત, 44,111 નવા કેસ નોંધાયા

તસવીર: Shutterstock

શનિવારે સવારે જાહેર કરેલા આંકડા (Coronavirus News Updates) પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 738 લોકોનાં મોત (Death) થયા છે.

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union health ministry) શનિવારે સવારે જાહેર કરેલા આંકડા (Coronavirus News Updates) પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 738 લોકોનાં મોત (Death) થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો 4,01,050 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસની વાત કરવામાં આવે તો 44,111 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ સંક્રમિત લોકોની સંખ્યા 3,05,02,362 થઈ છે. હાલ દેશમાં કોરોનાના 4,95,533 એક્ટિવ દર્દી (Coronavirus acvie cases) છે.

દેશમાં 24 કલાકમાં 57,477 દર્દી સાજા થયા છે. આ સાથે દેશમાં સાજા થનારા કુલ લોકોની સંખ્યા 2,96,05,779 થઈ છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 97.1 ટકા થયો છે. વેક્સીન (Corona vaccine)ની વાત કરવામાં આવે તો દેશમાં બીજી જુલાઈના રોજ કુલ 43,99,298 લોકોને વેક્સીન આપવામાં આવી હતી. આ સાથે જ દેશમાં કુલ 34.46 કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે.

આ પણ વાંચો: ઓછા સમય અને રોકાણમાં કમાણીની મોટી તક- જાણો વિગત

મહારાષ્ટ્રમાં 156 લોકોનાં મોત

દેશમાં બીજી લહેર દરમિયાન સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્ર (Maharashtra)ની થઈ હતી. છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધારે 156 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 8753 કેસ નોંધાયા છે. કેરળમાં 24 કલાકમાં 146 કેસ નોંધાયા છે. કેરળમાં 24 કલાકમાં 12,095 કેસ નોંધાયા છે. તામિલનાડુમાં 97 લોકોનાં મોત થયા છે, જ્યારે 4,230 નવા કેસ નોંધાયા છે. કર્ણાટકમાં કોરોનાથી 88 લોકોનાં મોત થયા છે, જ્યારે 2,984 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: નાગ-નાગણીની પ્રણયક્રીડા : જવલ્લેજ જોવા મળતી ઘટનાનો વીડિયો ખેડૂતે મોબાઈલમાં કર્યો કેદ



ગુજરાતના 14 જિલ્લામાં કોરાનાનો એક પણ કેસ નહીં

રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 80 કેસ નોંધાયા છે. જેની સામે 228 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે બે દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,064 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.46 ટકા છે.

આ પણ વાંચો: સમાગમ વખતે પ્રાઇવેટ પાર્ટમાં વર્ટિકલ ફ્રેક્ચર, UKમાં દુનિયાનો પ્રથમ કેસ નોંધાયો



અત્યારસુધીમાં 2,62,11,578 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. શુક્રવારે કુલ 2,48,796 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં હાલ 2,644 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 2,634 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 8,10,979 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published:

Tags: Corona vaccine, Coronavirus, COVID-19, આરોગ્ય, ગુજરાત, ભારત, હોસ્પિટલ