દેશમાં દર રોજ કોરોના વાયરસ (Covid 19, Coronavirus) કેસ વધી રહ્યા છે. કોરોના વાયરસમાં જે રીતે મોટો બદલાવ થઇ રહ્યો છે. તેનાથી ડૉક્ટરની ચિંતા વધી ગઇ છે. સામાન્ય રીતે ડેન્ગ્યૂ તાવમાં (Dengue Fever)માં પ્લેટલેટ્સ (Platelets) ઓછી થતી નજરે પડે છે. પણ હવે કોરોના વાયરસમાં સંક્રમિત દર્દીઓના આ પ્રકારના લક્ષણો નજરે પડે છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની પ્લેટલેટ્સ કાઉન્ટ પડીને 20 હજારથી પણ વધુ નીચે જતો રહે છે. ચિંતાની વાત એ છે કે દર્દીમાં જ્યારે ડેન્ગ્યૂની તપાસ કરવામાં આવે છે ત્યારે તેમાં ડેન્ગ્યૂના કોઇ લક્ષણ નથી દેખાતા.
પીજીઆઇ લખનઉના પ્રોફેસર અનુપમ વર્માએ જણાવ્યું કે કોરોના દર્દીઓમાં હવે ડેન્ગ્યૂ જેવા લક્ષણો પણ જેવા મળી રહ્યા છે જે ચિંતાનો વિષય છે. તેમણે જણાવ્યું કે દર્દીના અચાનક જ પ્લેટલેટ્સ પડવા લાગે છે. અને આ સ્થિતિમાં તેમની સારવાર કરવી મુશ્કેલ થઇ જાય છે. તેમણે કહ્યું કે લોકબંધુ હોસ્પિટલના ડોક્ટરોને પીજીઆઇમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની પ્લેટલેટ્સ 10 હજાર સુધી પહોંચી ગઇ હતી.
તપાસમાં જાણવા મળ્યું કે કોરોના દર્દીની ઇમ્યૂન કોમ્પલેક્સને પ્રભાવિત કરે છે. જેમાં મોનોસાઇડ અને મેકરોફેજ પર અટેક થાય છે. તેનાથી પ્લેટલેટ્સની જરૂર વધે છે. અને તેને બનાવીની ક્ષમતા ઓછી થઇ જાય છે. આ કારણે દર્દીના પ્લેટલેટ્સ અચાનક જ નીચે થઇ જાય છે.
આ રીતે દર્દીની હાલત ગંભીર થઇ જાય છે. અને તેમને પ્લેટલેટ્સ ચડાવવા પડે છે. વળી દર્દીને પ્લાઝ્મા થેરેપી પણ આપવી પડે છે. ડૉ. અનુપમે જણાવ્યું કે કોરોનામાં હાલમાં જ આ બદલાવ જોવા મળ્યો છે. આ પહેલા દર્દીઓને થોમ્બોસિસ થતો હતો જેમાં દર્દીમાં લોકો જામી તેનું ક્લોટિંગ થવા લાગતું હતું.
જેના કારણે તેને ટીપીએ ઇન્જેક્શન આપવામાં આવતું હતું. જે ક્લોટિંગને પીગળાવી શકે. જો કે અનેક વાર ટીપીએ આપ્યા પછી દર્દીની નસો ફાટી જવાનું નજરે પડ્યું છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર