મુંબઇ : કોરોના દર્દીઓની મદદ માટે SUV વેચી, 250 લોકો માટે ખરીદ્યા ઓક્સીજન સિલેન્ડર

News18 Gujarati
Updated: June 23, 2020, 7:07 PM IST
મુંબઇ : કોરોના દર્દીઓની મદદ માટે SUV વેચી, 250 લોકો માટે ખરીદ્યા ઓક્સીજન સિલેન્ડર
શાહનવાઝ શેખ

  • Share this:
ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતના કુલ 31 ટકા કોરોના પોઝિટિવ આ રાજ્યથી છે. મુંબઇ કોરોના વાયરસ (Coronavirus)નું એપીસેન્ટર કહેવાય છે. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ ખાલી નથી. વેન્ટિલેટર માટે ઓક્સિજન સિલેન્ડર પણ ઓછા પડી રહ્યા છે. ત્યારે આ કોરોના સમયે અનેક કોરોના વોરિયર્સ લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. ત્યારે મલાડમાં રહેલા એક વ્યક્તિએ આ કોરોના સંકટના સમયે પોતાની SUV વેચીને તેમાંથી જે રૂપિયા મળ્યા તેનાથી 250 પરિવારો માટે ઓક્સિજન સિલેન્ડર ખરીદ્યા છે.

મુંબઇ મિરરમાં છપાયેલી ખબર મુજબ 31 વર્ષીય શાહનવાઝ શેખે 2011માં ફોર્ડ અંડેવર ખરીદી હતી. 007 નંબર પ્લેટવાળી આ કારને તેમણે કસ્ટમાઇઝ મ્યૂઝિક સિસ્ટમ લગાવી હતી. કોરોના સંકટ દરમિયાન તેમણે આ કારને મેકશિફ્ટ એબ્યુલન્સમાં આ કારને ફેરવી દીધી. 28 મેના રોજ તેની બિઝનેસ પાર્ટનરની બહેરની મોત કોરોના સંક્રમણના કારણે થતા બધું બદલાઇ ગયું. શાહનવાજ શેખના પાર્ટનરની બહેન 6 મહિનાની પ્રેગનેન્ટ હતી. અને તે હોસ્પિટલની બહાર ઓટોરિક્શામાં જ તેની મોત થઇ ગઇ. કારણે કે હોસ્પિટલમાં કોઇ બેડ ખાલી નહતા અને હોસ્પિટલે તેને એડમિટ કરવાની ના પાડી હતી.

આ કારણે શાહનવાજ શેખે ઓક્સિજન સિલેન્ડર ન હોવાથી શું મુશ્કેલી થાય છે તે વાત સમજાઇ. અને બસ આ કારણે તેમણે ઓક્સિજન સિલેન્ડર આપવાનું નક્કી કર્યું. તેમણે તરત કોરોના દર્દી અને જરૂરતમંદો માટે કંઇક કરવાની ઇચ્છા થઇ. પણ તે માટે પૈસા હતા નહીં તો તેમણે પોતાની કાર વેચી દીધી અને તે પૈસાથી 250 કોરોના દર્દીઓને ઓક્સિજન સિલેન્ડર અપાવ્યો. શાહનવાજ શેખ જણાવ્યું કે કોરોના દર્દીઓ માટે હું કંઇક કરવા ઇચ્છતો હતો. અને આ માટે જો મારે કાર વેચવી પડે તો તેમાં મને કોઇ વાંધો નથી. હું આગળ જઇને બીજી ગાડી ખરીદી શકું છુ. પણ આ મહામારીમાં જરૂરિયાતમંદોને ઓક્સીજન સિલેન્ડર પહોંચાડવો મને વધુ જરૂરી લાગ્યું.


શાહનવાજ પાસે વધુ એક કાર છે. જેને હાલ મેકશિફ્ટ એબ્યુલેન્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. મલાડના અનેક વિસ્તારો અને સ્લમમાં દર્દીઓને દવાખાના લઇ જવા એમ્બ્યુલન્સ નથી મળતી. ત્યાં શાહનવાજની કાર લોકોને હોસ્પટિલ પહોંચાડે છે. ત્યારે આવા કોરોના વારિયર્સ હાલ આ કપરા સમયને લોકોને મદદ કરી રહ્યા છે જે સરહાનીય છે.
First published: June 23, 2020, 7:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading