Home /News /coronavirus-latest-news /

Coronavirus : રસ્તા પર 12 કલાક સુધી લાશ રઝળતી રહી, ખિસ્સામાંથી કોરોના શંકાસ્પદ લખેલી ચિઠ્ઠી મળી

Coronavirus : રસ્તા પર 12 કલાક સુધી લાશ રઝળતી રહી, ખિસ્સામાંથી કોરોના શંકાસ્પદ લખેલી ચિઠ્ઠી મળી

પ્રતિકાત્મક તસવીર

પોલીસે લાશને ઘટના સ્થળેથી ખાસ પ્લાસ્ટિકમાં લપેટી અને કોરોનાની ટીમને ઘટનાની જાણકારી આપી

    હૈદરાબાદ : કોરોના વાયરસના સંક્રમિતોની વધતી જતી સંખ્યાની વચ્ચે હૈદરાબાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંયા એક કોરના સંદિગ્ધની લાશ મળી આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ લાશ 77 વર્ષના મજૂરની છે જેના ખિસ્સામાંથી પોલીસને એક ચિઠ્ઠી મળઈ આવી છે. આ ચિઠ્ઠીમાં 'કોરોના શંકાસ્પદ' લખેલું હતું.પોલીસ ઘટનાની જાણ કોરોના ટીમને કરી અને લાશને ખાસ પ્લાસ્ટિકમાં વિંટીળી દીધી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ આ લાશ રસ્તા પર છેલ્લા 12 કલાકથી પડી રહી હતી પરંતુ કોઈને માહિતી મળી નહોતી.

    હોસ્પિટલ અધિકારીઓ અજાણ

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકની સરકારી હોસ્પિટલમાં પહેલા તપાસ કરવામાં આવી હતી. બાદમાં તેને કોરોના તપાસ માટે બીજી હોસ્પિટલમાં રિફર કરાયો હતો. પરંતુ તે સમયે તેમને લઈ જવા એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવી, તે ગાયબ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે હોસ્પિટલ વહીવટીતંત્રને કોઈ શંકાસ્પદ કોરોના દર્દી ત્યાંથી ગાયબ કેવી રીતે થયો તે અંગે કોઈ જાણકારી નહોતી.

    આ પણ વાંચો :  લોકડાઉન વચ્ચે બ્રિટિશ નાગરિકો માટે અમદાવાદ એરપોર્ટથી આવતીકાલે પ્રથમ ફ્લાઇટ રવાના થશે

    દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 34 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 909 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધી 273 લોકો માર્યા ગયા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે 166 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ કોવિડ -19 ના કેસ વધીને 1069 થયા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Coronavirus, COVID19, Hydrabad, પોલીસ, મોત

    આગામી સમાચાર