કોરોના વાયરસ : મહિન્દ્રાએ બનાવ્યા સસ્તા વેન્ટિલેટર, મોટા સ્તરે ઉત્પાદન માટે તૈયાર

News18 Gujarati
Updated: May 15, 2020, 6:36 PM IST
કોરોના વાયરસ : મહિન્દ્રાએ બનાવ્યા સસ્તા વેન્ટિલેટર, મોટા સ્તરે ઉત્પાદન માટે તૈયાર
મહિન્દ્રા વેન્ટિલેટર

  • Share this:
ભારતના સૌથી મોટા વેપારી સંગઠનમાંથી એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra and Mahindra)એ કોરોના વાયરસ (Coronavirus)ની વિરુદ્ધ મોટી લડાઇમાં ભારતના લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. દેશભરમાં તેમની મેન્યુફેક્ચરિંગ સુવિધાઓને દેશવ્યાપી લોકડાઉનના કારણે કામ કરવાનું બંધ કર્યું છે. કંપનીએ આ સમયે પોતાના સંશાધનો વિભન્ન પ્રકારના ચિકિત્સા ઉપકરણ બનાવવામાં લગાવ્યા છે. જે રોગી અને ડૉક્ટર બંનેને મદદરૂપ થઇ શકે.

ફેસ માસ્ક (Face mask), ફેસ શીલ્ડ, એરોસોલ બોક્સ અને એક સસ્તા વેન્ટિલેટર (Cheap Ventilator) બનાવ્યા પછી તેણે એક જોરદાર વિચાર સાથે તૈયાર કરેલ વેન્ટિલેટર પણ હવે ઉત્પાદન માટે તૈયાર છે. મહિન્દ્રાના એન્જીનિયર, વેન્ટિલેટરની ડિઝાઇનને સરળ બનાવી તેની ક્ષમતા વધારવા માટે બેંગલુરુ સ્થિત એક હેલ્થકેર પાર્ટનર 'સ્કૈનર'ની મદદ લઇ રહ્યું છે. હવે તે મોટા ઉત્પાદન માટે પણ તૈયાર છે.

આ અંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના મેનેજર ડૉ. પવન ગોયનકાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે આ વેન્ટિલેટર હાલ તૈયાર છે. પણ સારી વાત એ છે હાલ તેની કોઇ માંગ નથી. અને અમે એજ આશા રાખીએ કે આ મશીનોને ફેક્ટી છોડી જવાનો સમય ના આવે પણ આ સાથે જ અમારી કંપનીના એન્જિનિયરો જેમણે લાંબા સમયની મહેનત પછી આ ઉપકરણો બનાવ્યો છે તેમના અભારી છીએ.જે પછી મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિદ્રાએ પણ રિટ્વિટ કરીને કહ્યું કે સ્કેનર સાથે તે તમામ લોકોનું કામ પ્રશંસનીય છે જેમણે આ વેન્ટિલેટરને શ્રેષ્ઠ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું.

ઉલ્લેખનીય છે કે સસ્તા ઉપકરણોના નિર્માણની ઇચ્ચા સાથે કંપનીએ આ ડિઝાઇન તૈયાર કરી હતી. તેણે બે મોટા PSUની સાથે સ્કૈનર જોડે આ માટે કામ કર્યું હતું. વળી બીજી તરફ કંપની બેગ વાલ્વ માસ્ક વેન્ટિલેટરના એક સેલ્ફ વર્ક કરતા મશીન પર પણ કામ કરી રહી છે. આ માટે તેણે 10 ડોક્ટર અને કેટલાક બાયોમેડિકલ એન્જીનિયરોથી ઇનપુટ લીધા છે. આ ડિઝાઇન તે લોકોને આપવામાં આવશે જે સસ્તા ઉપકરણોનું નિર્માણ કરવા માંગે છે.
First published: May 15, 2020, 6:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading