coronavirus : રાજ્યમાં 8 પોઝિટિવ કેસ આવતા હાહાકાર, 500 શંકાસ્પદોને ક્વૉરન્ટીનમાં ધકેલી દેવાયા

coronavirus : રાજ્યમાં 8 પોઝિટિવ કેસ આવતા હાહાકાર, 500 શંકાસ્પદોને ક્વૉરન્ટીનમાં ધકેલી દેવાયા
સીબીઆઇના ઇન્ટરપોલથી આ સૂચના મળી છે. અને સાથે જ બહારથી આવતા આ પ્રકારના ઉપકરણો અને તમામ સામન પર ખાસ સધન તપાસ કરીને દેશમાં નશાના આ વેપાર રોકવાનું સૂચન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 29મી માર્ચ સુધી સરકારી કચેરીઓમાં જનસુવિધા કેન્દ્રો બંધ, 14 જિલ્લામાં કલમ-144 લાગુ, કામ સિવાય બહાર ન નીકળવું

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં (Gujarat)માં કોરોના વાયરસ (coronavirus)ના કારણે હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાંથી કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 20મી માર્ચે રાત્રે 12.00 વાગ્યા સુધીમાં 7 થઈ છે. દરમિયાન જુદા જુદા શહેરોમાં વિદેશયાત્રા પ્રવાસ કરી અને પરત આવેલા શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં  8 પોઝિટિવ કેસ આવતા હાહાકાર મચી ગયો છે. કોરોનાથી ફફડી ઉઠેલા તંત્રએ તકેદારીના ભાગરૂપે આ 8 દર્દીની સાથે જોડાયેલા લોકો અને અન્ય શંકાસ્પદોને ક્વોરેન્ટીનમાં ધકેલી દીધા છે. રાજ્યમાં 20મી માર્ચે રાત્રે 12.00 વાગ્યા સુધીની સ્થિતિમાં 500 શંકાસ્પદો ક્વૉરન્ટીનમાં (Quaranitne) છે. દરમિયાન સરકારે 29મી માર્ચ સુધી ગુજરાતની તમામ સરકારી કચેરીમાં જનસુવિધા કેન્દ્ર (Jan suvidha)બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

    14 જિલ્લામાં કલમ 144 લાગુ



    તકેદારાની ભાગરૂપે રાજ્યના જિલ્લા પ્રસાશનો દ્વારા જુદી જુદી જગ્યાએ કલમ 144 લાગુ કરવામાં આવી છે. રાજ્યના મહાનગર અમદાવાદ-સુરત, વડોદરા, રાજકોટ, ઉપરાંત અન્ય જિલ્લાઓમાં મળીને 14 જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ છે. આ તમામ જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમો, સામાજિક મેળવાડા, લગ્ન પ્રસંગો, વગેરે નહીં થઈ શકે. 4 કરતા વધારે વ્યક્તિ એક સાથે એકઠાં નહીં થઈ શકે. સરકારે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે.

    આ પણ વાંચો : coronavirus : ગુજરાતમાં કોરોના વાયરસનો ખોફ, અમદાવાદમાં પાન-ગલ્લા 31મી માર્ચ સુધી બંધ

    વૃદ્ધોને એડવાન્સમાં પેન્શન મળશે, એક મહિનાનું રાશન મળશે

    સરકારે જાહેરાત કરી છે કે આ સ્થિતિમાં વૃદ્ધોને એડવાન્સમાં પેન્શન મળી જશે, રેશન કાર્ડ ધારકોને એક મહિનાનું રેશન આપવામાં આવશે. સરકારે અમદાવાદ-વડોદરા, સુરત અને રાજકોટનમાં નોંધાયેલા કેસની ગંભીરતાને જોતા ચાર સચિવોને આ જિલ્લાની જવાબદારીઓ સોંપી છે.

    આ પણ વાંચો : રવિવારે જનતા કર્ફ્યૂ : ST, સીટી બસ, BRTS બધું જ બંધ રહેશે : CM રૂપાણી

    રાજ્યમાં 7 પોઝિટિવ કેસ, તમામ વિદેશયાત્રી

    રાજ્યમાં 20મી માર્ચે સાંજ સુધીમાં કોરોના વાયરસના 7 પોઝિટીવ કેસ નોંધાય છે, જેમાં અમદાવાદમાં 03, રાજકોટમાં 01, સુરતમાં 01, અને વડોદરામાં 02 કેસ નોંધાયો છે. મહત્ત્વની બાબત એ છે કે રાજ્યમાં નોંધાયેલા તમામ સાત કેસ વિદેશયાત્રીઓનાં છે.

    500 શંકાસ્પદો 14 દિવસે પુરાયેલા રહેશે

    રાજ્યમાં કોરોનાનાં 7 પોઝિટિવ કેસ આવતા 500 લોકોને ક્વૉરેન્ટી કરાયા છે. આ વ્યક્તિઓ 14 દિવસ સુધી એક જગ્યાએ બંધ રહેશે તેમના બહાર નીકળવા પર પ્રોટોકોલ મુજબ પ્રતિબંધ છે. 14 દિવસ બાદ ફરીથી તેમનો એક રિપોર્ટ કરવામાં આવશે ત્યારબાદ પણ આ વ્યક્તિઓએ કેટલીક તકેદારી રાખવાની રહેશે
    Published by:News18 Gujarati
    First published:March 21, 2020, 08:07 am

    ટૉપ ન્યૂઝ