Home /News /coronavirus-latest-news /કોરોના મગજ પર કરી રહ્યો છે ગંભીર અસર: માથાના દુઃખાવાને હળવાશમાં ન લેશો, આ બીમારી હોઈ શકે
કોરોના મગજ પર કરી રહ્યો છે ગંભીર અસર: માથાના દુઃખાવાને હળવાશમાં ન લેશો, આ બીમારી હોઈ શકે
પ્રતીકાત્મક તસવીર
Corona effect: કોરોનામાંથી સાજા થઇ ગયેલા ઘણા દર્દીઓમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ (Neurological Disorders)ની સમસ્યા જોવા મળી રહી છે. કેટલાક ડિસઓર્ડર તો એટલા સામાન્ય લક્ષણ ધરાવે છે કે, તેને ઓળખવા પણ મુશ્કેલ બને છે.
નવી દિલ્હી: કોરોના મહામારી (Corona pandemic) દરમિયાન સમગ્ર વિશ્વમાં ઘણા લોકોનાં મોત નિપજ્યા છે અને કોરોના સંક્રમણ લાગ્યા બાદ ઘણા લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. પરંતુ કોરોનામાંથી સાજા થયા બાદ પણ આ વાયરસ પીછો છોડતો ન હોવાનું ફલિત થયું છે. જે લોકો સાજા થઈ ગયા હોય તેમના કોઈને કોઈ અંગમાં કોરોનાના કારણે તકલીફ થઈ હોવાનું સામે આવ્યું છે. આવી અસરોને લૉંગ કોવિડ (Long Covid) નામ આપવામાં આવ્યું છે. કોરોનાની અસર ઘણા અંગો પર થતી હતી અને હવે મગજ પર પણ થતી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે દેશમાં કોરોનાથી સાજા થઈ ગયેલા દર્દીઓને મગજ અને ન્યુરો (Brain and Neuro) સંબંધિત બીમારીઓ થઈ રહી છે.
કોરોનામાંથી સાજા થઇ ગયેલા ઘણા દર્દીઓમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ (Neurological Disorders)ની સમસ્યા જોવા મળી રહી છે. કેટલાક ડિસઓર્ડર તો એટલા સામાન્ય લક્ષણ ધરાવે છે કે, તેને ઓળખવા પણ મુશ્કેલ બને છે. જેમાં સૌથી સામાન્ય લક્ષણ માથાનો દુ:ખાવો છે. તજજ્ઞોનું કહેવુ છે કે, સામાન્ય પ્રકારનો માથાનો દુઃખાવો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ હોય શકે છે.
દિલ્હીના ઑલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)માં ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. મંજરી ત્રિપાઠીએ News18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના આવ્યા બાદ ન્યુરો સંબંધિત સમસ્યાઓ સૌથી પહેલા વિદેશમાં જોવા મળી હતી. પરંતુ હવે ભારતમાં પણ કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સના ઘણા કેસ સામે આવી રહ્યા છે.
ડો. મંજરીએ વધુમાં જણાવ્યું કે, બ્રેન ફોગ કે મેમરી ફોગના કેસનું પ્રમાણ વધ્યું છે. જેમાં દર્દીની યાદશક્તિ નબળી પડી જાય છે. હિસાબ કરવામાં પણ તકલીફ પડે છે. વિચારવા, સમજવા અને યાદ રાખવા જેવા મુખ્ય ફંકશન ડિસ્ટર્બ થઈ જાય છે. આ સાથે જ હળવા હુમલાની પણ તકલીફ ઊભી થાય છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી નથી. સાથે જ દર્દીને માનસિક થાક લાગે છે અને નિર્ણય લેવાની ક્ષમતા પર પણ અસર થાય છે.
માથાના દુ:ખાવાને નજરઅંદાજ ન કરો, ડિસઓર્ડર પણ હોઈ શકે
ડૉ. ત્રિપાઠી કહે છે કે, કોરોનામાંથી સાજા થઈ ગયા બાદ પણ જો તમને માથાનો દુ:ખાવો થતો હોય અને તે સતત રહે તો તે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર પણ હોઈ શકે છે. મગજ અને મગજનીની નસો પર કોરોનાના કારણે થયેલી અસરના પરિણામે સતત દુ:ખાવો અનુભવાય છે. આવી સ્થિતિમાં સારવાર કરાવવી જરૂરી હોય છે. કોરોનામાંથી સાજા થયા બાદ માથાના દુ:ખાવાના કેસ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે.
તેઓ વધુમાં જણાવે છે કે, કોરોના સંક્રમણ સમયે દર્દીને લકવો થઈ ગયો હોવાના કેસ પણ સામે આવ્યા છે. કેટલાક કેસમાં દર્દી કોરોનામાંથી સાજા થયા બાદ લકવાનો શિકાર બની ગયા હતા. લોહીની નળી બંધ થઈ ગઈ હોય કે ફાટી ગઈ હોય અથવા લોહી જામી જવાની સમસ્યાના કારણે સર્જાતી આવી સ્થિતિને વિનસ સ્ટ્રોક્સ પણ કહેવાય છે. જેમાં નળીમાં લોહી જામી જવાથી દર્દી લકવાનો ભોગ બની જાય છે.
" isDesktop="true" id="1117253" >
કોરોના બાદ આ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સના દર્દીઓ વધ્યા
• વાઈની સમસ્યા વધી જવી અથવા વાઈ શરૂ થઈ જવી. • કોરોનાના દર્દીઓમાં ઈન્સેફેલાઈટિસ થયા બાદ બેભાન થઈ જવું. • નસો છોલાઈ જવી (ડીમાઈલીનેશન) • જીબી સિન્ડ્રોમ • માથાની નસોમાં તકલીફ
કોરોનાના કેસ ઓછા થયા ત્યાં અન્ય બીમારીઓના કેસ વધ્યા
ડો. મંજરીનું કહેવું છે કે, કોરોના શરૂ થયો ત્યારે અન્ય બીમારીના દર્દીઓના બેડ કોરોનાના દર્દીઓને ફાળવી દેવાયા હતા. પરંતુ કોરોના ઘટવાની સાથે જ અન્ય બીમારીથી પીડાતા દર્દીઓની વધુ સંખ્યામાં સામે આવી રહ્યા છે. જેમાં ન્યુરોને લગતી સમસ્યાથી પીડાતા દર્દીઓ પણ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર