લૉકડાઉન :અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરનાર 130થી વધુ લોકોની ધરપકડ, સોસાયટીમાં ક્રિકેટ રમવુ પણ ભારે પડશે


Updated: March 29, 2020, 9:46 AM IST
લૉકડાઉન :અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરનાર 130થી વધુ લોકોની ધરપકડ, સોસાયટીમાં ક્રિકેટ રમવુ પણ ભારે પડશે
લોકડાઉનમાં બિનજરૂરી ઘરની બહાર નીકળ્યા તો ખેર નથી

લૉકડાઉન દરમિયાન કામ વગર બહાર નીકળ્યા તો ખેર નથી, અમદાવાદ પોલીસે વાહન જપ્ત કરવાથી લઈને ધરપકડ કરવાની શરૂઆત કરી છે.

  • Share this:
અમદાવાદ: કોરોના વાઇરસના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે. લોકડાઉન છતાં લોકો ઘરની બહાર ભેગા મળે છે. અમદાવાદમાં તો સોસાયટીના લોકો ભેગા થઈને ગેટ ટુ ગેધર કરતા પણ પોલીસના ધ્યાને આવ્યા છે. અને યુવાનીયા ઓ ખાસ રમતો રમવા ભેગા થતા પોલીસ તે લોકોને બક્ષતિ નથી અને કાર્યવાહી કરી રહી છે. પોલીસે શનિવારે શહેરના જુદા જુદા સ્થળોએથી જાહેરનામાનો ભંગ કરનાર 130થી વધુ લોકોની ધરપકડ કરી છે.

લોકડાઉનને લઈને પોલીસે હવે કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસે હવે ક્રિકેટ રમતા લોકો સામે પણ ગુનો નોંધ્યો છે. રન્નાપાર્ક સોસાયટીમાં ભેગા મળી ક્રિકેટ રમતા 7 લોકો સામે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. આમ લૉકડાઉનને ગંભીરતાથી ન લેનારા લોકોને પોલીસે ચેતવણી લીધી છે કે સોસાયટીમાં પણ એકઠાં થશો તો પોલીસ કાર્યવાહી કરશે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં સંક્રમણને અટકાવવા માટે સરકારે પોલીસને કડક થઈ લોકોને એકઠાં થતા અટકાવવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો :   Coronavirus : કોરોનાગ્રસ્ત ઈટલી બન્યું કબ્રસ્તાન, એક દિવસમાં વધુ 889 મોત, મૃતાંક 10,000ને પાર

ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગના 40થી વધુ ગુના નોંધાયા છે અને 130થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
અમદાવાદના સાબરમતી, રાણીપ, નિકોલ, રામોલ, ગોમતીપુર,રખિયાલ, ઇસનપુર,  પાલડી, સેટેલાઇટ, સરખેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ટોળા કરીને ઉભેલા લોકો સામે કાર્યવાહી કરી છે.
First published: March 29, 2020, 9:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading