લૉકડાઉનના કારણે દેશના આ ક્ષેત્રમાં 80,000 નોકરીઓ જવાનો ખતરો : સર્વે

લૉકડાઉનના કારણે દેશના આ ક્ષેત્રમાં 80,000 નોકરીઓ જવાનો ખતરો : સર્વે
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસના કારણે દેશમાં 80,000 લોકો માત્ર આ એક ક્ષેત્રમાં નોકરી ગુમાવે તેવી વકી

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ અને તેના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરાયેલા લૉકડાઉનના પગલે દેશમાં નોકરીઓ અને ઉદ્યોગોમાં મંદી આવે તેવી વકી છે. રિટેલર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાના એક સર્વેમાં શક્યતા વ્યક્ત કરાઈ કે આ લૉકડાઉન રિટેલ ક્ષેત્રમાં 80000 નોકરીઓને અસર કરી શકે છે.

  રિટેલર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા આ સર્વેમાં 768 રિટેલર્સ વચ્ચે કરવામાં આવ્યો હતો જેના કારણે 3,92,693 લોકોને રોજગાર મળે છે. સંગઠને જણાવ્યું કે વેપારીઓ તેમની દુકાનોમાં કે પેઢીઓમાં કે ગોડાઉનમાં કામ કરતા 30 ટકા સ્ટાફને નોકરીમાં છુટ્ટા કરી શકે છે. જ્યારે મધ્યમ વેપારીઓ 12 ટકા અને જથ્થાબંધ વેપારનો ધંધો કરતા વેપારીઓ 5 ટકા લોકોને નોકરીઓમાંથી નિષ્કાશિત કરી શકે છે.  સર્વેના ચોંકાવનારા આંકડાઓ મુજબ જો વેપારીઓ તેમની પેઢીઓમાંથી 20 ટકા કર્મચારીઓને પણ છુટ્ટા કરી નાંખે તો દેશમાં અંદાજે 78,592 લોકની નોકરીઓ જતી રહેશે. સર્વેમાં સમાવિષ્ટ નાના વેપારીઓ જેમની પેઢીઓમાં 100થી ઓછા કર્મચારીઓ કામ કરે છે તેમની સર્વેમાં ભાગીદારી 65 ટકા હતી.

  આ પણ વાંચો : કોરોનાનો એક સંક્રમિત વ્યક્તિ ટોળામાં ફરે તો એક મહિનામાં 406 લોકોને ચેપનો ખતરો : સ્વાસ્થ્ય મંત્રાલય

  કોરોના વાયરસથી બચવા 25 માર્ચથી બહાર પાડવામાં આવેલા 'લોકડાઉન'ને કારણે જે લોકો ખાણી-પીણી વેચે છે તે સિવાય 95 ટકાથી વધુ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. આ તેમની આવક સમાપ્ત કરશે. તેઓ ગયા વર્ષની તુલનામાં આવતા છ મહિનામાં માત્ર 40 ટકા જ કમાવાની અપેક્ષા રાખી રહ્યા છે.

  તે જ સમયે, ખાદ્ય ચીજોનું વેચાણ કરતા છૂટક વેપારીઓ, ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં, આગામી છ મહિનામાં 56 ટકા કમાવાની અપેક્ષા રાખે છે. ખાવા-પીવા સિવાય અન્ય ધંધો કરતી દુકાનો સંપૂર્ણ બંધ છે, જેનાથી આવકનું સંપૂર્ણ નુકસાન થાય છે.

  આશરે 70 ટકા રિટેલ વેપારીઓએ જણાવ્યું હતું કે આગામી છ મહિનામાં પુનર્જીવનની અપેક્ષા છે, જ્યારે 20 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમાં એક વર્ષ કરતાં વધુ સમય લાગશે.

  આ પણ વાંચો :  coronavirus : ભારતીય-અમેરિકન પત્રકાર બ્રહ્મ કાંચીબોટલાનું કોરોના વાયરસથી મોત

  સરકાર પાસેથી અપેક્ષાઓ વિશે, સર્વેએ જણાવ્યું છે કે સારી સંખ્યામાં લોકોને રોજગારી આપતા દર ત્રણ માંથી બે રિટેલ વેપારીઓ તેમના નિયત ખર્ચને પહોંચી વળવા અને ઓછામાં ઓછા કર્મચારીઓના પગાર અને ભાડામાં મદદ માંગે છે. લોકોને નોકરીમાંથી કાઢી નાખવા પડે એવું કહેવામાં આવ્યું છે રિટેલરો કોઈપણ ટેકા વિના વર્કફોર્સમાં 20 ટકાનો ઘટાડો કરી શકે છે.

   
  First published:April 07, 2020, 22:28 pm