કોરોનાના યોદ્ધાઓ વાયરસની ઝપેટમાં, AMC સહિતના આ 20 કર્મી કોરોના પોઝિટિવ

કોરોનાના યોદ્ધાઓ વાયરસની ઝપેટમાં, AMC સહિતના આ 20 કર્મી કોરોના પોઝિટિવ
ચીન, દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ પાછો ફર્યાના કેસ સામે આવ્યા છે. આ દેશોમાં કોરોના સંક્રમણથી મુક્ત થઇ ચૂકેલા લોકોમાં થોડા સમય પછી ફરી તેના લક્ષણો સાથે જોવા મળ્યા છે. તેમના રિપોર્ટ ફરી પોઝિટિવ આવે છે. કોવિડ 19નું કેન્દ્ર રહી ચૂકેલ ચીનના વુહાનમાં બિમારી પછી સોમવારે 89 નવા કેસ મળ્યા છે. આ તે લોકો હતા જે પહેલા ઠીક થઇ ગયા હતા પણ પછી થોડા સમય બાદ તેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સમગ્ર ગુજરાતમાં નોધાયેલા કેસમાંથી ૭૦ ટકા કેસ માત્ર સ્માર્ટ શહેર અમદાવાદમાં નોંધાયા છે

  • Share this:
સમગ્ર વિશ્વમા કોરોના પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે. ૨૦૦ થી વધુ દેશ કોરોના ઝપેટમાં આવી ગયા છે. ત્યારે ભારતનું ગુજરાત પણકોરોનાની ઝપેટમાં આવી ગયું છે. સમગ્ર ગુજરાતમાં નોધાયેલા કેસમાંથી ૭૦ ટકા કેસ માત્ર સ્માર્ટ શહેર અમદાવાદ નોધાયા છે. તેમાં પણ જે કોરોના યોદ્ધાઓ પણ હવે એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી ગયા છે . ડોક્ટરર્સ, નર્સ, આસિ કમિશનર સહિત કર્મચારીપણ કોરોની ઝપેટમાં સપડાયા છે.

એક યાદી મુજબ એએમસીના અલગ અલગ વિભાગનાઆંગણવાડી વર્કર, બીઆરટીએસ ડ્રાઇવર, એસવીપી વોર્ડ બોય, એએમસી ડ્રાઇવર, ઓપરેટર ( પાલડી કંટ્રોલ રૂમ ), એમ પી એસડબલ્યુ, ડેટા મેનેજર એએમસી, એએમટીએસ ડ્રાઇવર , મેલેરિયા વિભાગ (૨) , રેસિન્ડન્ટ ડોક્ટર (૨), નર્સ (૩ ) આસિ . પ્રોફેશર (૧) ડોક્ટર (૪) તથા આસિ કમિશનર. આ પ્રકારે એએમસી સહિત ૨૦થી વધુ લોકોને કોરોના પોઝિટીવ આવ્યા છે. આ તમામ યોદ્ધા સતત લોકો વચ્ચે જઇ કામગીરી કરી રહ્યા હતા, અને કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે, મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ સોશિયલ મિડીયા દ્વારા કરાયેલી વિનંતીમાં કહ્યું હતુ કે, હવે કોરોના વાયરસમાં આરોગ્ય અધિકારી, પોલીસ જવાનનો પણ ઝપેટમાં આવ્યા છે. જો લોકો હજુ પણ કાળજી નહી લે તો આ કેસમાં વધારો થશે. તેમજ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી જશે. લોકો એક બીજા વચ્ચે અંતર રાખે, બહાર જવાનું ટાળે તેમજ નિયમોનું પાલન કરે તો જ કોરોના વાયરસ દુર કરી શકાશે.
Published by:kiran mehta
First published:April 17, 2020, 17:56 pm

ટૉપ ન્યૂઝ