Coronavirus outbreak in India Latest Update: દેશમાં કોરોનાની બીજી લહેર (Corona second wave) ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. દેશમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના કુલ 4,01,993 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 3,523 લોકોનાં મોત (Death) થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત કુલ લોકોની સંખ્યા 1 કરોડ 91 લાખ 64 હજાર 969 થઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યારસુધી 1 કરોડ 56 લાખ 84 હજાર 406 લોકો સાજા થયા છે. હાલ દેશમાં 32 લાખ 68 હજાર 710 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોત બાદ દેશમાં કુલ મૃત્યાંક 2 લાખ 11 હજાર 853 થયો છે. ICMRના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,45,299 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રની હાલત ખરાબ:
દેશમાં કોરોના વાયરસથી મહારાષ્ટ્ર રાજ્યની હાલત સૌથી ખરાબ થઈ છે. શુક્રવારે અહીં કોરોના વાયરસના નવા 62,919 કેસ નોંધાયા હતા. આ સાથે જ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 828 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં અત્યારસુધી 46 લાખ 02 હજાર લોકો સંક્રમિત થયા છે. રાજ્યમાં કોરોનાથી 68,813 લોકોનાં મોત થયા છે.
બિહારમાં કોરોના વાયરસના સંક્રમણને પગલે છેલ્લા 24 કલાકમાં મુખ્ય સચિવ સહિત 80 લોકોનાં મોત થાય છે. જે બાદમાં પ્રદેશમાં કોરોનાથી મૃત્યાંક 2560 થયો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના મુખ્ય સચિવ અરુણ કુમારસિંહનું કોરોનાથી મોત થયું છે.
રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 14,327 કેસ નોંધાયા છે. જેની સામે 10,180 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 173 દર્દીના, મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 7,183 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 73.72 ટકા છે. અત્યાર સુધીમાં 96,94,776 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 23,92,499 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. શુક્રવારે કુલ 1,64,425 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 23, સુરતમાં 23, રાજકોટમાં 17, વડોદરામાં 17, જામનગરમાં 17, ભાવનગરમાં 10, સાબરકાંઠામાં 9, જૂનાગઢમાં 8. સુરેન્દ્રનગરમાં 7, કચ્છમાં 5, વલસાડમાં 4, બોટાદ, મોરબી, મહેસાણા અને દાહોદમાં 3-3 દર્દીઓનાં મોત થયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર