કોરોના જો આજ ઝડપથી વધતો રહ્યો તો આ 5 રાજ્યોમાં ICU બેડ ખૂટી પડશે

કોરોના જો આજ ઝડપથી વધતો રહ્યો તો આ 5 રાજ્યોમાં ICU બેડ ખૂટી પડશે
પ્રતિકાત્મક તસવીર

દેશમાં કોરોના વાયરસ સંક્રમણ સતત વધી રહ્યું છે.

 • Share this:
  દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ની સ્પીડ ઝડપથી આગળ વધી રહી છે. દેશમાં ગત 24 કલાકમાં 57,118 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,695,988 થઇ ગઇ છે. દેશમાં જે સ્પીડથી કોરોના વધી રહ્યો છે તે જોતા 5 રાજ્યો માટે આ સ્થિતિ ખતરાની ઘંટી સમાન છે. આ 5 રાજ્યોમાં હેલ્થ ઇન્ફાસ્ટ્રક્ચર એટલા સારા નથી. જેટલા અન્ય રાજ્યોમાં નજરે પડે છે. આ રાજ્યોમાં કોરોની સ્પીડ વધી તો અહીં બેડ પણ ઉપલબ્ધ નહીં હોય તેવી સ્થિતિ આવીને ઊભી છે. આ રાજ્યોમાં પ્રતિ લાખની આબાદીના હિસાબે આઇસીયુ બેડથી ખૂબ જ કમી છે.

  કોરોનાના વધતા ગ્રાફની અસરના કારણે આંધ્ર પ્રદેશ, બિહાર, કર્ણાટક, ઓડિસા અને કેરળ પર સ્થિતિ વણસી છે. આ રાજ્યોમાં હજી સુધી 10 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આંધ્ર પ્રદેશમાં કોરોનાના 9.3 ટકાની સ્પીડે વધી રહ્યો છે. જ્યારે બિહારમાં આંકડા 6.1 ટકાની સ્પીડ છે. કર્ણાટક, ઓડિસ્સા અને કેરળમાં પણ નવા કેસ 5 ટકાની સ્પીડે આગળ આવી રહ્યા છે.  વધુ વાંચો :  #Opinion: રાહુલ ગાંધીએ ફરીથી અધ્યક્ષ પદ સંભાળવું હોય તો આ ભૂલોનું પુનરાવર્તન ટાળવું પડશે

  આંધ્ર પ્રદેશની વાત કરીએ તો પ્રતિ લાખની વસ્તીએ 145 બેડ્સ ઉપલબ્ધ છે. જ્યારે કેરળમાં તેની સંખ્યા 254 છે. કર્ણાટકમાં એક લાખ લોકો પર 392 બેડ્સ ઉપલબ્ધ છે. જ્યારે બિહારમાં તેની સંખ્યા માત્ર 26 છે. ઓડિસ્સામાં પણ સ્થિતિ કંઇ સારી નથી. ઓડિસ્સામાં એક લાખ માત્ર 56 બેડ્સની વ્યવસ્થા થઇ છે. એટલું જ નહીં દેશની જનસંખ્યાના હિસાબે વાત કરીએ તો પૂરા દેશમાં પ્રતિ આબાદી બેડ્સ આશરે 137.6 છે.

  દેશમાં કોરોના વાયરસ સંક્રમણ સતત વધી રહ્યું છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર આંકડા મુજબ ગત 24 કલાકમાં 57,118 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 764 લોકોની મોત થઇ છે. દેશમાં હજી સુધી 16,95,988 લોકો કોરોના સંક્રમિત કહેવામાં આવે છે. આ આંકડા મુજબ ભારતમાં રિકવરી રેટ 64.4 ટકાથી વધીને 64.5 ટકા થઇ ગયો છે. આંધ્ર અને મહારાષ્ટ્રમાં 10 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published:August 01, 2020, 12:43 pm

  ટૉપ ન્યૂઝ