Coronavirus: બે વર્ષમાં 55 લાખ પર પહોંચ્યો Covid Death આંક, હજી પણ સ્થિતિ ચિંતાજનક
Coronavirus: બે વર્ષમાં 55 લાખ પર પહોંચ્યો Covid Death આંક, હજી પણ સ્થિતિ ચિંતાજનક
પ્રતિકાત્મક તસવીર
Coronavirus death toll: 11 જાન્યુઆરી, 2020ના રોજ ડબ્લ્યુએચઓ (WHO)એ કોરોનાને મહામારી (Global Pandemic) જાહેર કરી હતી. આજે આ જાહેરાતને લગભગ બે વર્ષ થઈ ગયા છે. ત્યારથી, કોરોના (Corona)એ વિશ્વના દરેક પ્રદેશને અસર કરી છે
નવી દિલ્હી: બે વર્ષ પહેલાં 8 જાન્યુઆરી, 2019ના રોજ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના સરકાર (chinese government)એ વુહાન (wuhan)માં પ્રથમ કોરોના વાયરસ (first case of corona virus) કેસ નોંધ્યો હતો. 23 જાન્યુઆરી સુધીમાં કોરોનાના 557 નવા કેસ નોંધાયા હતા, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ તેને મહામારી (corona pandemic) ગણવાનો ઇનકાર કર્યો હતો.
જ્યારે કોરોનાનો વિનાશ ચીનમાંથી બહાર આવ્યો ત્યારે આખરે ડબ્લ્યુએચઓએ તેને 11 જાન્યુઆરી, 2020ના રોજ વૈશ્વિક મહામારી (Global Pandemic) જાહેર કરી હતી. આજે આ જાહેરાતને લગભગ બે વર્ષ થઈ ગયા છે.
ત્યારથી, કોરોનાએ વિશ્વના દરેક પ્રદેશને અસર કરી છે અને આપણી પાસેથી લગભગ 55 લાખ લોકોને સમય કરતા પહેલા છીનવી લીધા છે. કમનસીબે, કોરોનાનો કહેર હજી પણ યથાવત છે અને તે ક્યારે સમાપ્ત થશે તે કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી.
ત્રીજી-ચોથઈ લહેર તરફ આગળ વઘી રહ્યું છે વિશ્વ
વિશ્વના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ મહામારીએ વિશ્વને આટલું બદલ્યું નથી. દરેક ને ખબર છે કે કોરોનાનું ભૂત ચીનથી ઉદ્ભવ્યું હતું પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા કોઈ શક્તિશાળી દેશે પણ ચીનને તેની જવાબદારી લેવા જણાવ્યું ન હતું. તમામ દેશો ચીનની આર્થિક શક્તિને વશ થઈ ગયા. આજે સ્થિતિ એ છે કે કોરોનાની ત્રીજી કે ચોથી લહેર વિશ્વભરમાં આવી ગઈ છે અને દરેક દેશ તેની કિંમત ચૂકવી રહ્યો છે. અત્યાર સુધીમાં 30.70 કરોડ લોકો તેનો શિકાર બન્યા છે, જેમાંથી 55 લાખ લોકો મૃત્યું પામ્યા સૂઈ છે.
ઓમિક્રોનના અત્યાર સુઘી 6 કરોડ કેસ
અત્યાર સુધીમાં 18,51,000 નવા કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં કેસ નોંધાયા છે. કોરોનાથી રવિવારે વિશ્વમાં 3,306 લોકોનું મોત થયું હતું. યુ.એસ.માં હજી પણ સૌથી વધુ કોરોના કેસ છે. અમેરિકામાં રવિવારે 3.08 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે.
જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 60 મિલિયનથી વધુ અમેરિકનો કોરોના સંક્રમણથી પ્રભાવિત થયા છે. બીજું યુરોપ પણ કોરોના સંક્રમણના કેસમાં આગળ છે. રવિવારે ફ્રાન્સમાં 2.96 લાખ, ભારતમાં 1.80 લાખ, ઇટાલીમાં 1.55 લાખ, બ્રિટેનમાં 1.41 લાખ અને ઓસ્ટ્રેલિયામાં 1 લાખ નવા કેસ મળી આવ્યા હતા. અગાઉ શનિવારે વિશ્વભરમાં 21 લાખ 89 હજાર નવા કોરોના સંક્રમિતો મળી આવ્યા હતા અને 4,771 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે શુક્રવારે વિશ્વભરમાં 26.96 લાખ નવા કેસ અને 6,369 લોકોના મોત થયા હતા.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર