માએ ક્વોરૅન્ટીનમાં જવાની પાડી ના, 2 મહિનાની બાળકીને જમીન પર મૂકી કર્યો વિરોધ

મહિલાની તસવીર

ક્વોરૅન્ટીન સેન્ટરમાં મળતી અસુવિધાઓના કારણે બાળકીને માતાએ નોંધાવ્યો વિરોધ

 • Share this:
  ચંદીગઢમાં પીજીઆઇમાં શુક્રવાર અનેક કોરોના પોઝિટિવ દર્દીઓને ઠીક કરીને તેને ફૂલ આપીને મોકલવામાં આવ્યા. તેવામાં એક બે મહિનાની બાળકીને પણ ડિસ્ચાર્જ કરવામાં આવી. આ દરમિયાન એક મહિલાએ તેની બે મહિનાની બાળકી સાતે સૂદ ધર્મશાળામાં બનેલા ક્વોરૅન્ટીન સેન્ટરમાં જવાની સાફ ના પાડી. તેનું કહેવું હતું કે જ્યાં તેને 7 દિવસ માટે ક્વોરૅન્ટીન સેન્ટરમાં મોકલવામાં આવે છે ત્યાં કોઇ પણ પ્રકારની સારી સુવિધાઓ નથી.

  જ્યારે પીજીઆઇના અધિકારીએ તેની વાત ન માની તો તેણે પોતાનો વિરોધ ચાલુ રાખતા પોતાની બે મહિનાની બાળકીને જમીન પર રાખી ના જવાની જીદ કરી. જો કે પાછળથી પીજીઆઇ પ્રબંધનની તરફ આ મહિલા અને તેની બાળકીને પીજીઆઇના સેન્ટરમાં મોકલી દીધી.

  ઉલ્લેખનીય છે કે ચંદીગઢમાં પીજીઆઇથી ઠીક થયા પછી ધર્મશાળામાં દર્દીઓને 7 દિવસ માટે રાખવામાં આવે છે. પણ સેક્ટર 25ની 2 મહિનાની માતાએ ધર્મશાળામાં જવાની ના પાડી દીધી. તેનું કહેવું હતું કે અહીં સમય પર ખાવાનું નથી મળતુ. જો મારા ત્યાં જવા પર સારી વ્યવસ્થા ના થઇ તો? દૂધ અને ખાવાનું ત્યાં સારું ન મળતું હોવાથી હું ત્યાં નથી જવા માંગતી.

  ચંદીગઢના સ્વાસ્થય સચિવ અરુણ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે ધર્મશાળામાં દર્દીઓને ડિસ્ચાર્જ પછી ક્વોરૅન્ટીન કરવા માટે સુવિધા આપવામાં આવી ચે. જો કોઇને ક્વોરૅન્ટીનની સુવિધા છે તો તે ઘરે પણ જઇ શકે છે. અને ના હોય તો ધર્મશાળામાં રહીને સુવિધા લે. જ્યાં એક રૂમ અને તેની સાથે જોડાયેલું બાથરૂમ છે. સરકારની તરફથી જે ગાઇડલાઇન્સ છે તે મુજબ અહીં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે.
  Published by:Chaitali Shukla
  First published: