સ્કૂલ યુનિફોર્મ બિઝનેસ થયો ઠપ્પ, આટલા કરોડનું થયું નુકસાન

News18 Gujarati
Updated: October 9, 2020, 10:00 AM IST
સ્કૂલ યુનિફોર્મ બિઝનેસ થયો ઠપ્પ, આટલા કરોડનું થયું નુકસાન
પ્રતિકાત્મક તસવીર

જાણકારોનું માનીએ તો સ્કૂલ યુનિફોર્મનો આ વેપાર 6000 કરોડ રૂપિયાનો છે. પણ કોરોનાના કારણે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોની પણ મુશ્કેલી વધી છે.

  • Share this:
નર્સરી ક્લાસથી લઇને 12માં ધોરણ સુધી ભણવા માટે બાળકોના યુનિફોર્મ બજારમાં તૈયાર મળે છે. બાળકોની ઉંમર, શાળા મુજબ આ યુનિફોર્મ મળે છે. આ વેપારમાં શૈક્ષણિક કાર્યની શરૂઆતમાં જ લોકો આખા વર્ષનું કમાઇ લેતા હોય છે. અને વેપાર પણ અત્યાર સુધી સારો જ ચાલતો હતો. જાણકારોનું માનીએ તો સ્કૂલ યુનિફોર્મનો આ વેપાર 6000 કરોડ રૂપિયાનો છે. પણ કોરોનાના કારણે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોની પણ મુશ્કેલી વધી છે. હવે સ્કૂલ બંધ થઇ ગયા છે. અને બાળકો શાળાએ જતા નથી. માટે તૈયાર માલ પણ વેપારીઓનો પડ્યો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે યુનિફોર્મમાં ઉનાળા અને શિયાળા માટે કોટ કે વૂલન પેન્ટ એમ બે વાર કમાણી થતી હતી. પણ કોરોના કાળમાં આ વેપારને પણ મોટી અસર થઇ છે.

CBSE શાળાઓ ભણે છે લગભગ 2 કરોડ બાળકો. બાળકોના પુસ્તકો છાપતી એનસીઇઆરટી અને સીબીએસઇની માનીએ તો બોર્ડથી માન્યતા પ્રાપ્ત સ્કૂલ અને કોલેજમાં 2 કરોડથી વધુ બાળકો ભણે છે. એક આંકડા મુજબ 1.5 કરોડ બાળકો ક્લાસ 1 થી આઠની વચ્ચે ભણે છે. ક્લાસ 9 થી 11 માં 30 લાખ અને હાઇસ્કૂલમાં 17 લાખ અને ઇંટરમાં 12 લાખ બાળકો ભણે છે. નર્સરી અને કેજી ક્લાસમાં ભણતા બાળકોની સંખ્યાં હજી અલગ છે. બીજા બોર્ડમાં પણ બાળકોની સંખ્યા સારી આવી છે. જે માટે પણ બજારમાં યુનિફોર્મ તૈયાર થાય છે.

સ્કૂલ યુનિફોર્મના વેપાર સાથે સંકળાયેલા વેપારી રાજેશે જણાવ્યું કે ક્લાસ એક થી 8માં ભણતા બાળકો ઉનાળામાં એવરેજ 2 હજાર રૂપિયાના યુનિફોર્મ ખરીદે છે. આ મુજબ આ ગ્રુપમાં જ 4 હજાર કરોડ રૂપિયાના યુનિફોર્મ વેચાતા હતા. ત્યાં કેજી ક્લાસથી આ બાળકો 10 ટકા હોય છે. આમ 400 કરોડનો વેપાર અહીં જ થઇ ગયો.

ઉત્તરપ્રદેશના હરિયાણા અને હાથરસમાં યુનિફોર્મના મોટા બજાર છે. જ્યાંથી બિહાર, મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં યુનિફોર્મ સપ્લાય થાય છે. રોહતકમાં પણ મોટી સંખ્યામાં યુનિફોર્મની સિલાઇનું કામ થાય છે. સીવણના આ ઉદ્યોગથી જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે સ્કૂલથી ફૂલ યુનિફોર્મના ઓર્ડર ડિસેમ્બરથી આવે છે. અને પંજાબ, લુધિયાણા અને દિલ્હીથી તેનું રો મટિરિયલ આવે છે. જેમાં એડવાન્સમાં પૂરા પૈસા આપવાના હોય છે.

વધુ વાંચો : RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે આમ આદમીને આપી શકે છે મોટી રાહત

15 માર્ચ પછી યુનિફોર્મની ડિલિવરી થાય છે. એક સીઝનમાં એક યુનિટ એટલે કે સવા થી દોઢ લાખ સુધીના યુનિફોર્મ તૈયાર થાય છે. આ વખતે રો મેટરિયલ ફેક્ટરીમાં રહી ગયા છે.

યુનિફોર્મના ઓર્ડર જ નથી આવ્યા. આમ ફેક્ટરી આમને આમ પડી છે. અને સીવણ અને વેચાણ બંને ક્ષેત્ર સાથે જોડાયેલા આ ઉદ્યોગને મોટા પાયે નુક્શાન થયું છે.
Published by: Chaitali Shukla
First published: October 9, 2020, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading