અમિતાભ બચ્ચનના રૂમમાં ઘસ્યું ચામાચીડિયું, આ રીતે કાઢ્યું બહાર, કહ્યું- કોરોના પીછો નથી છોડતો

News18 Gujarati
Updated: April 26, 2020, 10:44 AM IST
અમિતાભ બચ્ચનના રૂમમાં ઘસ્યું ચામાચીડિયું, આ રીતે કાઢ્યું બહાર, કહ્યું- કોરોના પીછો નથી છોડતો
Big Bએ લખ્યું કે, બ્રેકિંગ ન્યૂઝ, એક ચામાચીડિયું મારા રૂમમાં ઘૂસી ગયું, જલસામાં, મહા મહેનતે તેને બહાર કાઢ્યું, કોરોના પીછો જ નથી છોડી રહ્યો!!!

Big Bએ લખ્યું કે, બ્રેકિંગ ન્યૂઝ, એક ચામાચીડિયું મારા રૂમમાં ઘૂસી ગયું, જલસામાં, મહા મહેનતે તેને બહાર કાઢ્યું, કોરોના પીછો જ નથી છોડી રહ્યો!!!

  • Share this:
મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે હાલમાં લોકોની સુરક્ષા માટે લૉકડાઉન (Lockdown) લાગુ કરવામાં આવ્યું છે. બીજી તરફ, હંમેશા વ્યસ્ત રહેતાં બોલિવૂડ સ્ટાર્સ પોતાના પરિવારની સાથે સમય પસાર કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા એક્ટિવ જોવા મળી રહ્યા છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ સોશિયલ એકાઉન્ટ દ્વારા પ્રશંસકોની સાથે સતત જોડાયેલા રહે છે. તેઓ અનેકવાર કોઈને કોઈ રીતે લોકોને કોરોનાથી સુરક્ષા માટે જાગૃત કરતાં જોવા મળે છે. આ દરમિયાન તેઓએ ટ્વિટર પર કંઈક એવું શૅર કર્યું જેના કારણે લોકો ચોંકી ગયા. અમિતાભે જણાવ્યું કે તેમના રૂમમાં ચામાચીડિયું (Bat) ઘૂસી ગયું.

અમિતાભે હાલમાં જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેઓએ લખ્યું કે, ‘દેવીઓ અને સજ્જનો...આ કલાકના સમાચાર...બ્રેકિંગ ન્યૂઝ...શું તમે વિશ્વાસ કરશો...એક Bat, એક ચામાચીડિયું મારા રૂમમાં ઘૂસી ગયું...જલસામાં...ત્રીજા ફ્લોર પર...મારા ઘરમાં...મહા મહેનતે તેને બહાર કાઢ્યું...કોરોના પીછો જ નથી છોડી રહ્યો!!!’ અમિતાભ બચ્ચનના આ ટ્વિટને જોઈને લાગે છે કે તેઓ પોતે પણ ચામાચીડિયું ઘરમાં ઘૂસી જતાં ઘણા આઘાતમા હતા.


અમિતાભ બચ્ચના આ ટ્વિટ પર તેમને જોરદાર પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. દરેક તેમને આ ઘટના બાદ તેમના ખબરઅંતર પૂછી રહ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તેને લઈને પોસ્ટ કરી. અમિતાભ બચ્ચને એ પણ સ્વીકાર્યું કે આ પહેલા તેઓએ પોતાના વિસ્તારમાં ક્યારેય ચામાચીડિયું નથી જોયું.

આ પણ વાંચો, રાત્રે 3 વાગ્યે ‘બોયફ્રેન્ડ’ના ઘરેથી પાછી જવા માંગતી હતી આલિયા ભટ્ટ, નશામાં ઝૂમતો આવ્યો બોડિયાર્ડ, અને પછી...

નોંધનીય છે કે, અમિતાભ બચ્ચન અન્ય બોલિવૂડ સેલેબ્સની જેમ જ ક્વૉરન્ટાઇનમાં પોતાના પરિવારની સાથે સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ સોશિયલ મીડિયા પર ક્યારેક કવિતા દ્વારા તો ક્યારેક બોલિવૂડ સ્ટાર્સની સાથે કોલેબ વીડિયો દ્વારા કોરોનાની વિરુદ્ધ જંગમાં જાગૃતતા ફેલાવવા પોતાનું યોગદાન આપી રહ્યા છે.

આ પણ વાંચો, એલર્ટઃ ATMથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ! હવે રૂપિયા ઉપાડતી વખતે કરો આ કામ
First published: April 26, 2020, 10:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading