કોરોના વેક્સીન Covaxin ક્યારે લૉન્ચ થશે? ભારત બાયોટેકે આ મામલે આપી આ અપડેટ

News18 Gujarati
Updated: October 26, 2020, 1:12 PM IST
કોરોના વેક્સીન Covaxin ક્યારે લૉન્ચ થશે? ભારત બાયોટેકે આ મામલે આપી આ અપડેટ
પ્રતિકાત્મક તસવીર

પ્રસાદે કહ્યું કે ભારતની વસ્તીને જોતાં, અહીં મોટી સંખ્યામાં ટ્રાયલ જરૂરી છે. તેમણે કહ્યું કે સલામત રસી એ આપણા બધા માટે સૌથી મહત્વપૂર્ણ છે.

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની વચ્ચે ભારત બાયોટેક (Bharat Biotech)એ કોરોના વેક્સીન (Coronavirus Vaccine)ને લઇને મોટી જાહેરાત કરી છે. ભારત બાયોટેકે આશા વ્યક્ત કરી છે કે તે જૂન 2021 સુધી Covaxin માટે રેગુરેલટરી અપ્રુવલ માટે એપ્લાય કરશે. કંપનીના જણાવ્યું મુજબ દેશમાં કોરોના વેક્સીનને લઇને જે ટ્રાયલ કરવામાં આવ્યું હતું તેનો ડેટા નિકાળવામાં ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગશે. મીડિયાથી વાત કરતા ભારત બાયોટેકના એક્સ્ઝીક્યૂટિવ ડાયરેક્ટ સાઇ પ્રસાદે કહ્યું કે Covaxinનો ફેઝ 1-2 ક્લિનિકલ ટ્રાયલ પૂરું થઇ ચૂક્યું છે. તેમણે કહ્યું ક જલ્દી જ 26 હજારથી વધુ લોકો પર ટ્રાયલનું ત્રીજું ચરણ શરૂ થયું હતું.

સાઈ પ્રસાદે કહ્યું કે કંપનીએ કોરોના વાયરસ રસી પર 400 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેમાંથી મહત્તમ ખર્ચ તેની પરીક્ષણો પર ખર્ચવામાં આવ્યા છે. પ્રસાદે કહ્યું કે કોરોના રસીને તાત્કાલિક મંજૂરી આપવી અમારા હાથમાં નથી. ભારતના ડ્રગ નિયંત્રકો પાસે તમામ ડેટા ઉપલબ્ધ છે. તે આ મામલે પળેપળની માહિતી પર નજર રાખી રહ્યા છે. અને તે ઇચ્છે તો તેને ઇમરજન્સી અપ્રૂવલ પણ આપી શકે છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર તરફથી એવો સંકેત મળ્યો છે કે કેટલાક ઉદ્યોગોને જરૂર પડે તો સીધી રસી ખરીદી શકે છે. તેથી સરકારે આવા મુદ્દાઓ પર નિર્ણય લેશે.

પ્રસાદે કહ્યું કે ભારતની વસ્તીને જોતાં, અહીં મોટી સંખ્યામાં ટ્રાયલ જરૂરી છે. તેમણે કહ્યું કે આપણી જેમ જ અન્ય દેશ પણ મોટા પાયે વેક્સીનનું ટ્રાયલ કરી રહ્યા છે. સલામત રસી એ આપણા બધા માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, જો કંપની ફેઝ 3 ટ્રાયલ પૂર્ણ થવાની રાહ જોશે તો, અંતિમ લાઇસન્સ આવતા વર્ષના બીજા ક્વાર્ટર સુધીમાં આવી શકે છે.

વધુ વાંચો : ઘરે, આ રીતે ગુલાબની પાંખડીઓ માંથી બનાવો Lip balm

ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) ના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજીના સહયોગથી વિકસિત, કોવાક્સિન એક રસી છે જે શક્તિશાળી રોગપ્રતિકારક સિસ્ટમ વિકસાવવા માટે કોવિડ -19 વાયરસના શરીરમાં 'મરેલા વિષાણુઓ' શરીરમાં લગાવે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પણ કોવિશેલ્ડ નામની કોરોના વાયરસની રસી બનાવી રહી છે.
એવું માનવામાં આવે છે કે તેનું કામ ઇન્ડિયા બાયોટેકથી આગળ વધી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીરમ સંસ્થાએ ટ્રાયલના ત્રીજા તબક્કા માટે લોકોની પસંદગી પણ શરૂ કરી દીધી છે.
Published by: Chaitali Shukla
First published: October 26, 2020, 1:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading