ચિંતાની વાત! ઉધરસ, છીંકથી 8 મીટર જઈ શકે છે કોરોના વાયરસ, કલાકો રહે છે હવામાં : વૈજ્ઞાનિક

સોશિયલ ડિસ્ટન્સના હાલના દિશાનિર્દેશ પર્યાપ્ત નથી

હાલના સોશિયલ ડિસ્ટન્સના દિશાનિર્દેશ પર્યાપ્ત નથી કેમ કે, ઉધરસ અથવા છીંકથી આ વાયરસ આઠ મીટર સુધી દુર જઈ શકે છે.

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ને ફેલવાથી રોકવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization) અને અમેરિકા રોગ નિયંત્રણ સંસ્થા (સીડીસી)એ સોશિયલ ડિસ્ટન્સ મામલે કહ્યું કે, હાલના સોશિયલ ડિસ્ટન્સના દિશાનિર્દેશ પર્યાપ્ત નથી કેમ કે, ઉધરસ અથવા છીંકથી આ વાયરસ આઠ મીટર સુધી દુર જઈ શકે છે. જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશનમાં પ્રકાશિત અનુસંધાન અનુસાર, ડબલ્યૂએચઓ (WHO) તથા સીડીસીએ આ સમયે જે દિશાનિર્દેશ જાહેર કર્યા છે તેઉધરસ, છીંક અથવા શ્વસન પ્રક્રિયાથી બનતા ગેસ ક્લાઉડના 1930ના દશકના જૂના પડેલા મોડલ પર આધારિત છે.

  7-8 મીટર સુધી જઈ શકે છે બુંદ
  અધ્યયનકર્તા એમઆઈટીની એસોસિએટ પ્રોફેસર લીડિયા બુરૂઈબાએ આગાહ કર્યું કે, ઉધરસ, અથવ છીંકના કારણે નીકળતી સુક્ષ્મ બુંદે 23થી 27 ફૂટ અથવા 7-8 મીટર સુધી જઈ શકે છે. તેમણે કહ્યું કે, હાલના દિશાનિર્દેશ બૂદોના આકારની અતિ સામાન્યકૃત અવધારણાઓ પર આધારિત છે, અને આ ઘાતક રોગ વિરુદ્ધ પ્રસ્તાવિત ઉપાયોના પ્રભાવને સમિત કરી શકે છે.

  આયુષ મંત્રાલયે જાહેર કર્યા દિશાનિર્દેશ આયુષ મંત્રાલયે કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે સ્વાસ્થ્ય ઉપાયો પર પોતાની દેખરેખ રાખવા માટે કેટલાક દિશાનિર્દેશ જાહેર કર્યા છે. તેમાં ખાસ શ્વસન સંબંધી ઉપાયોની વાત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ ઉપાય આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પ્રકાશનો પર આધારિત છે.

  કેટલાક સામાન્ય ઉપાયો જણાવતા મંત્રાલયે દિવસભર ગરમ પાણી પીવાનું, રોજ 30 મિનિટ યોગ કરવા, પ્રાણાયામ કરવું અને ધ્યાન લગાવવાનું તથા ભોજન બનાવતા હળદર, જીરૂ અને કોથમી જેવા મસાલાનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થાયછે. આ સાવિય સવારે 10 ગ્રામ એટલે કે એક ચમચી ચ્યવનપ્રાશ ખાવાનું જેવા કેટલાક આયુર્વેદિક ઉપાયોની વાત કરી છે.
  Published by:kiran mehta
  First published: