અમદાવાદ : કરફ્યૂમાં દુકાનદારને નિયમોનું પાલન કરવુ પડ્યુ ભારે, સિગારેટ આપવાની ના પાડતા ખાવો પડ્યો માર

અમદાવાદ : કરફ્યૂમાં દુકાનદારને નિયમોનું પાલન કરવુ પડ્યુ ભારે, સિગારેટ આપવાની ના પાડતા ખાવો પડ્યો માર
પ્રતિકાત્મક તસવીર

કરફ્યુને કારણે દુકાનદારે દુકાન બંધ રાખી હતી. ઘર અને દુકાન નજીક હોવાથી એક શખસ ત્યાં આવ્યો અને દુકાન ખોલવા દબાણ કરી સિગારેટ માંગી હતી

  • Share this:
અમદાવાદ : દાણીલીમડામાં એક દુકાનદારને કરફ્યુના નિયમો પાળવાનું ભારે પડ્યું હોય તેવી ઘટના બની છે. કરફ્યુને કારણે દુકાનદારે દુકાન બંધ રાખી હતી. ઘર અને દુકાન નજીક હોવાથી એક શખસ ત્યાં આવ્યો અને દુકાન ખોલવા દબાણ કરી સિગારેટમાંગી હતી. જોકે, કરફ્યુ હોવાથી દુકાનદારે દુકાન ખોલવાની ના પાડતા સિગારેટ માગનારે મારામારી કરી હતી.

દાણીલીમડામાં રહેતા કમરૂદ્દીન અન્સારી તેમના ઘરની બહાર સબા કરિયાણા સ્ટોર નામની દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે. બે દિવસથી કરફ્યુ હોવાથી તેમણે પોતાની દુકાન બંધ રાખી હતી. ત્યારે રવિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ તેઓ તેમના ઘરે હતા, ત્યારે ત્યાં જ સંતોષ નગર ચાર માળિયા ખાતે રહેતો અબ્દુલ કાદિર નામનો શખસ કમરૂદ્દીન ભાઈના ઘર પાસે આવ્યો હતો.સરકારી નોકરી મેળવવા રિક્ષા ચાલક યુવાને ગુમાવ્યા 9.59 લાખ રૂપિયા, જોજો તમે ન કરતા આવી ભૂલ

અબ્દુલ કાદિર નામના શખશે કમરૂદ્દીન ભાઈને દુકાન ખોલી સિગરેટ આપવાનું કહ્યું હતું. જોકે હાલમાં કરફ્યુ ચાલી રહ્યો હોવાથી કમરૂદ્દીન ભાઈએ સિગરેટ નહીં આપુ તેમ કહેતા અબ્દુલ કાદિર તેમની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

કોરોનામાંથી મુક્ત થઇને રાજકોટનાં આ વ્યક્તિએ ચાર મહિનામાં 6 વખત કર્યું પ્લાઝમા ડોનેટ

બિભત્સ ગાળો બોલી અબ્દુલ કાદિરે કમરૂદ્દીન ભાઈને માર માર્યો હતો. આ દરમિયાન અબ્દુલ કાદિરનો મિત્ર તાલીબ ત્યાં આવી ગયો હતો અને આ બંને શખ્સોએ કમરૂદ્દીન ભાઈ ને માર માર્યો હતો.ઇજાગ્રસ્ત થયેલા કમરૂદ્દીન ભાઈ એ આ અંગે પોલીસને જાણ કરતા દાણીલીમડા પોલીસે બન્ને શખ્સો સામે મારામારીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:November 24, 2020, 08:39 am