અમદાવાદમાં કફર્યુનો આજે બીજો દિવસ છે પરંતુ 2 દિવસ પહેલાં અમદાવાદના જે દ્દશ્યો હતો તે ખરેખર ચોંકાવનારા હતા. અમદાવાદમાં કરિયાણું, શાકભાજી અને દૂધ લેવા લોકોએ ભીડ કરી હતી. આ વચ્ચે અમદાવાદમાં સૌથી વધુ સોનુ અને ચાંદીનું પણ વેચાણ થયું. ધનતેરસ અને દિવાળી બાદ લગ્નસરાની સિઝનમાં ખરીદી કરવા માંગતા લોકોએ અમદાવાદના અલગ અલગ જવેલર્સમાં જઈને ખરીદીને પ્રાધાન્ય આપ્યું હતું. અમદાવાદમાં એકસાથે આવેલાં જવેલર્સમાં લોકો સોનું ખરીદવા એકત્ર થયા હતા.
પરિવારજનોએ ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, સરકારના લગ્ન અંગેની ગાઈડલાઈન ડિસેમ્બરમાં કેવી હશે તેનો ખ્યાલ નથી કંકોત્રી છપાઈ ગઈ છે અને ગાઈડલાઈન પ્રમાણે 200 લોકોને આપી દેવામાં આવી છે. જેને લઈને તેઓ ચિંતા અનુભવી રહ્યા છે.
SOUના આરોગ્ય વનમાં વાવેલું મેક્સિકોનું આ વૃક્ષ 3થી 4 મહિના રહી શકે છે પાણી વગર
અમદાવાદ કરફ્યૂ : બહારગામનાં મુસાફરોને રેલવે સ્ટેશનથી રિંગ રોડ લઇ જવા તંત્રનો ગજબ આઇડિયા
સોનાના ભાવમાં કોઈ ફેર નથી
જાણીતાં જવેલર્સ મનોજ સોનીના જણાવ્યા પ્રમાણે, શનિ અને રવિ આંતરરાષ્ટ્રીય બજાર બંધ હોવાથી સોનાના ભાવમાં કોઈ ઉતાર ચડાવ નહીં જોવા મળે પરંતુ લગ્નસરાની ખરીદીમાં લોકોએ પોતાનો રસ દાખવ્યો છે. બીજી તરફ જો કફર્યુ લંબાશે તો સોનાના ઘડામણ માટે કારીગરો પાસે કામ કરાવવાનું મુશ્કેલ બનશે. શનિ - રવિ બે દિવસ કારીગરો માટે સોનાનું કામ કરાવવુ શક્ય બન્યું નથી. જેને લઈને લોકોએ આપેલાં ઓર્ડર માટે અમારે વધારે ફોર્સથી ડબલ શિફટમાં કામ કરાવવું પડશે.
Published by:Kaushal Pancholi
First published:November 22, 2020, 12:15 pm